SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ - શ્રી ભગવતી સૂત્ર-૪ १० तएणं से उदायणे राया समणेणं भगवया महावीरेणं एवं वुत्ते समाणे हट्ठ-तुढे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता तमेव आभिसेक्कं हत्थि दुरूहइ, दुरूहित्तासमणस्स भगवओमहावीरस्स अतियाओ मियवणाओउज्जाणाओपडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव वीतीभयेणयरेतेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના વચન સાંભળીને ઉદાયન રાજા હર્ષિત અને સંતુષ્ટ થયા. રાજાએ ભગવાનને વંદન નમસ્કાર કર્યા અને અભિષિક્ત પટ્ટહસ્તી પર આરુઢ થયા. આરુઢ થઈને શ્રમણ ભગવાન મહાવીર પાસેથી મૃગવન ઉદ્યાનમાંથી નીકળીને વીતિભય નગર તરફ પ્રયાણ કર્યું. ભાણેજનો રાજ્યાભિષેક:११ तएणं तस्स उदायणस्स रण्णो अयमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था- एवं खलु अभीइकुमारे ममं एगे पुत्ते इढे कंते जाव किमंग पुण पासणयाए । तंजइ णं अहं अभीकुमार रज्जे ठावेत्ता समणस्स भगवओ महावीरस्स अंतिय मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वयामि तोणं अभीइकुमारे रज्जे यरडे य जावजणवए य माणुस्सएसुय कामभोगेसु मुच्छिए, गिद्धे, गढिए, अज्झोववण्णे, अणाईयं, अणवदग्ग दीहमद्धं चाउरंतसंसारकतारं अणुपरियट्टिस्सइ । तंणो खलु मे सेयं अभीइकुमारं रज्जे ठावेत्ता समणस्स भगवओ महावीरस्स अंतिए मुंडे भवित्ता जावपव्वइत्तए, सेयं खलु मेणियगं भाइणेज्जंकेसि कुमारंरज्जे ठावेत्ता समणस्स भगवओ जावपव्वइत्तए ભાવાર્થ - ઉદાયન રાજાને આ પ્રકારનો અધ્યવસાય યાવત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે મારે અભીચિકુમાર એક જ પુત્ર છે, તે મને અત્યંત ઇષ્ટ, કાંત અને પ્રિય છે. તેનું નામ શ્રવણ પણ દુર્લભ છે તો તેના દર્શન દુર્લભ હોય તેમાં તો કહેવું જ શું? જો હું અભીચિકુમારને રાજ્ય પર સ્થાપિત કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે મુંડિત થઈને યાવત પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ, તો અભીચિકુમાર રાજ્ય, રાષ્ટ્ર, જનપદ આદિમાં અને મનુષ્ય સંબંધી કામભોગોમાં મૂચ્છિત, વૃદ્ધ, આસક્ત અને તલ્લીન થઈને અનાદિ-અનંત, દીર્ઘમાર્ગવાળા, ચાર ગતિ રૂપ સંસાર અટવીમાં પરિભ્રમણ કરશે. તેથી અભીચિકુમારને રાજ્યારુઢ કરીને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરવી, તે શ્રેયસ્કર નથી, પરંતુ મારા ભાણેજ કેશી કુમારનો રાજ્યાભિષેક કરીને પ્રવ્રજિત થવું તે મારા માટે શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચાર કર્યો. १२ एवं संपेहेइ, एवं संपेहेत्ता जेणेव वीतीभये णयरे तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता वीतीभयंणयरमज्झमज्झेण जेणेव सए गेहे जेणेव बाहिरिया उवट्ठाणसाला, तेणेव उवागच्छइ, उवागच्छित्ता आभिसेक्कंहत्थिं ठवेइ, ठवेत्ता आभिसेक्काओ हत्थीओ पच्चोरुहइ, पच्चोरुहित्ता जेणेव सीहासणे तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता सीहासणवरंसि पुरत्थाभिमुहे णिसीयइ, णिसीइत्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया !वीतीभयंणयरंसभितरबाहिरियं जावपच्चप्पिणति।
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy