SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજશ્રીના વ્યાખ્યાનનું એક જ વાક્ય સુમતિભાઈનું જીવનપરિવર્તન કરી ગયું. પૂજય કૈલાસસાગરજી મહારાજે કહ્યું, “પેટ ભરાય એટલું આજીવિકાનું સાધન હોય તો પટારો ભરી મનુષ્યજીવન વેડફી નાંખવું નહિ.” આ વાક્ય સુમતિભાઈના અંત:કરણને ચોટ લગાવી ગયું. પછી એમણે પૂ. કૈલાસસાગરજી મહારાજ પાસે મળવાનો સમય માગ્યો. રાત્રે મળવા ગયા. પછી તો રોજ સંત-સમાગમ ચાલે અને સુમતિભાઈના હૃદયમાં નવી નવી ભાવનાઓ જાગે. ધીરે ધીરે તેઓ એક નિર્ણય પર આવ્યા. હવે મનુષ્યજીવન વેડફી નાંખવું નથી. મૂળજી જેઠા માર્કેટમાં એમનો ચાલું ધંધો સમેટી લીધો. ઘણાએ કહ્યું કે “છોકરાઓ નાનાં છે. હજી એમને ભણાવવા-પરણાવવા પડશે. વળી ધંધો ચાલુ હશે તો તરત દુકાનેય લાગી જશે. નહિ તો મુશ્કેલીનો પાર નહિ રહે. આજીવિકા ચલાવશો કઈ રીતે?” સુમતિભાઈને ધર્મનો રંગ લાગી ગયો હતો. એમણે કહ્યું, “જુઓ, આજે તમે છોકરાંઓને ધંધો આપીને જાવ, મૂડી આપીને જાવ, પણ એમના કર્મમાં કશું નહિ હોય તો કંઈ નહિ થાય. કર્મમાં હશે તો મળશે.”. આમ સુમતિભાઈએ ધંધો બંધ કયો. પૂજય કૈલાસસાગરજીએ કહ્યું કે સુમતિભાઈ, આંબેલની ઓળી કરો. પણ આંબેલની ઓળી થાય કઈ રીતે? તમાકુના પાન વિના તો સહેજે ન ચાલે. એકવાર મહારાજશ્રીના ઉપદેશથી ચોવીસ કલાક પાન છોડયું હતું તો હવે આંબેલની ઓળીમાં છોડી દો. આંબેલની ઓળી પૂરી થઈ. પછી ફરી પૂ. કૈલાસસાગરજીએ કહ્યું કે “હવે પાન છોડયું છે તો છોડી જ જાણો.” એક વખત એવો હતો કે સુમતિભાઈને રાતના બાર વાગ્યા સુધી પાન જોઈએ. દિવસની દસેક કપ ચા જોઈએ એને બદલે એમણે પ00 બેલ કર્યા. ત્રણ ઉપધાન કર્યા. છેલ્લાં વીસ વર્ષથી કાયમ આંબેલ પછી બેસણું કરે છે. આવું પરિવર્તન મુંબઈના શનાલાલ શાહના જીવનમાં જોવા મળે છે. તેઓ આચાર્ય રજનીશની વિચારસરણીમાં રસ ધરાવતા હતા અને એમની ત્રણ શિબિરોમાં ભાગ લીધો હતો. શનાભાઈ જાણતા હતા કે શરીર અને આત્મા જુદા છે, પરંતુ જયારે એમના મોટાભાઈ ગુજરી ગયા ત્યારે શનાભાઈના દિલને કારી ઘા લાગ્યો. શરીરની નશ્વરતા અને આત્માની શાશ્વતતાની જાણકારી હોવા છતાં એમના મનને કોઈ સમાધાન થતું નહોતું. ૧૯૬૪માં મહુડીમાં શનાભાઈને પૂજય કૈલાસસાગરજીનો મેળાપ થયો. એવામાં પૂજય કૈલાસસાગરજીના સ્વાથ્ય અંગે વાત નીકળી અને એમણે કહ્યું ૧ ૨ ૪ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy