SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે ડૉકટર એમ કહે છે કે મારું હૃદય પહોળું થઇ ગયું છે. શનાભાઇએ પૂછયું, “પણ આપને એનાથી કોઇ તકલીફ છે ખરી? પૂજય કૈલાસસાગરજીએ કહ્યું, ‘શરીરને વ્યાધિ છે એ સાચું, પણ એનાથી મારી આત્મિક શાંતિમાં કોઇ ફરક પડયો નથી. હું અપૂર્વ શાંતિ અનુભવું છું.’ આ સમયે . શનાભાઇને દેહ અને આત્માનો ભેદ સમજાયો. એમણે પોતાના વડીલ બંધુના દુ:ખદ અવસાનની ગળગળા અવાજે વાત કરી. એ સાંભળીને પૂ. કૈલાસસાગરજીએ કહ્યું, ‘આ ભિન્નતા જાણીએ પછી બાહ્ય વિઘ્ન આવે તો પણ આત્માને કોઇ ધક્કો લાગતો નથી. તમારા વડીલ બંધુના અવસાનથી તમને ભારે આઘાત લાગ્યો, પણ જે કાળે જે સમયે જે જયાં બનવાનું જ છે તે થશે જ. ખુદ ભગવાન મહાવીર જેવાને ઉપસર્ગ સહન કરવા પડયાં છે. આવા ઉપસર્ગ સમયે દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે અમે તમારી સહાયમાં ઊભા રહીએ. કોઇ અજ્ઞાની હેરાન ન કરે એ માટે અમે આપની ચોકી કરીએ. ત્યારે ભગવાનને ના પાડી. જો ભગવાનને કર્મની નિર્જરા કરવી પડે તો પછી આપણે કોણ ?' પૂ. કૈલાસસાગરજીની સરળ વાણી શનાભાઇને સ્પર્શી ગઇ અને એ પછી એમણે ગુરુસ્વરૂપે જ આચાર્યશ્રીને જોયા. વિ. સં. ૨૦૨૫ની સાયનની પ્રતિષ્ઠા પહેલાં ફતેહચંદજી કેસરીચંદજી રોજ પૂજા-સેવા-દર્શન કરે. પર્યુષણના વ્યાખ્યાન સાંભળે, પરંતુ કૈલાસસાગરજી મહારાજના સમાગમમાં આવ્યા પછી એમણે એક વર્ષીતપ કર્યુ. એમના પત્ની ચંદ્રાવતીબહેને બે વર્ષીતપ કર્યાં. બંને વર્ષોથી ઉકાળેલું પાણી પીવે છે અને એમના પત્નીએ તો રાત્રિભોજનનો ત્યાગ પણ કર્યો છે. શ્રી ફતેહચંદભાઇ આચાર્યશ્રીના નજીકના સંપર્કમાં આવ્યા અને એમને પણ આચાર્યશ્રીની પ્રભાવક શક્તિનો પરિચય થયો. એના કેટલાક માર્મિક પ્રસંગો જોઇએ. એકવાર ફતેહચદજીના પત્નીના પેટમાં સખત દુ:ખાવો થયો. ડૉક્ટરે કહ્યું કે એમને ઓપરેશન કરાવવું પડશે. દુ:ખાવો કેમે સહન થાય નહિ. આથી ડૉક્ટર ફતેહચંદજીના પત્ની ચંદ્રાવતીબહેનને ઘેનમાં જ રાખતાં. પૂ. કૈલાસસાગરજી પાલીતાણામાં બિરાજમાન હતા. એમણે ત્યાંથી વાસક્ષેપ મોકલાવ્યો. ચંદ્રાવતીજીને વાસક્ષેપ નાંખ્યો અને ત્રણ દિવસમાં સારું થઇ ગયું. સાયનની વિ. સં. ૨૦૨૫ની પ્રતિષ્ઠા વખતે ફિયાટ ગાડી પર મૂકીને મગનું તપેલું લાવવામાં આવતું હતું. આ તપેલું મોટરની બોનેટ પર પડયું. ૧૨૫ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy