SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાર મહારાજશ્રી અમદાવાદમાં હતા. રતિભાઇ એમના દર્શને આવ્યા. ફરી બીજે દિવસે પણ દર્શન-વંદન માટે આવ્યા. એ દિવસે રતિભાઈએ કહ્યું કે “આવતી કાલે રાત્રે અહીંથી નીકળીને મુંબઇ જવાનો છું. કોણ જાણે કેમ, પણ મહારાજશ્રીએ કહ્યું, “રતિભાઇ, કાલે નહિ, આજે જ જાવ.” રિતભાઇને ગુરુવાણીમાં અપાર શ્રધ્ધા હતી. મહારાજસાહેબને મળ્યા બાદ અમદાવાદથી મુંબઇની ટ્રેનની ટિકિટ મળે છે કે નહિ તેની તપાસ કરી. ટ્રેનની ટિકિટ પણ મળી ગઇ અને રતિભાઇ બીજે દિવસે સવારે મુંબઇ પહોંચી ગયા. મુંબઇ પહોંચ્યા બાદ સાંજે સોફા પર બેઠા હતા. ધરા લોકો સાથે વાતચીત કરતા હતા અને વાત કરતા જ એકાએક ઢળી પડયા. એમના મિત્રો વિચારવા લાગ્યા કે શું મહારાજશ્રીને આવો કોઇ સંકેત મળી ગયો હશે કે એમના હ્રયમાંથી આપોઆપ આવી વાણી સરી પડી હશે? આવી જ એક ઘટના મહારાજશ્રીનાં અંતિમ વર્ષોમાં મળે છે. ૧૯૮૫નું એ વર્ષ હતું. આ વર્ષે પોતાના ગૃહસ્થઅવસ્થાના ભત્રીજા રામપ્રકાશજીનો પુત્ર મહેશ મળવા આવ્યો. મહેશને હંમેશાં કહેતાં કે નવકાર મંત્રનું રટણ કરતો રહેજે. એક વાર આચાર્યશ્રી કૈલાસસાગરજી બેઠા હતા. મહેશ પણ બેઠો હતો. બાજુમાં પૂ. અરુણોદયસાગરજી બેઠા હતા. પૂ. અરુણોદયસાગરજી અને મહેશ બાળપણમાં સાથે રહ્યા હતા. દીક્ષા પહેલાની એમની દોસ્તી હતી. વાતવાતમાં પૂ. કૈલાસસાગરજીએ મહેશને કહ્યું, ‘આ ૧૯૮૫ના વર્ષમાં તારે બે પૈડાંવાળા (ટુ વ્હીલર) પર સવારી કરવી નહિ. વિમાનમાં, બસમાં કે મોટરમાં જજે, પણ ટુ વ્હીલરમાં જતો નહિ.' મહેશને આચાર્યશ્રીમાં અખૂટ શ્રધ્ધા હતી. એણે મોટર-સાઇકલ ‘લૉક' કરીને મૂકી દીધી. નજીકમાં જ ચાર્ટર બસ જતી. આ બસ લકઝરી જેવી હતી, જેમાં’ માત્ર નકકી કરેલી વ્યકિતઓની બેઠક અનામત રહેતી. કોઇને ઊભા રાખવામાં આવતા નહિ. એ ચાર્ટર બસમા રોજ નોકરીએ જાય અને પાછો આવે. એવામાં દિલ્હીમાં તોફાનો થયાં. ચાર્ટર બસનો ડ્રાયવર શીખ હતો એથી એ આવ્યો નહિ. બસના સ્ટેન્ડ પર ઊભેલો મહેશ ઘેર પાછો આવ્યો અને વિચાર કરવા લાગ્યો કે ત્રણ પૈડાંવાળી રિક્ષામાં જાઉં. એની મમ્મીને પણ કહ્યું કે હું રિક્ષામાં જાઉં છું. એવામાં મહેશનો મિત્ર વિજય સેહગલ નીકળ્યો, એ એની જ કંપનીમાં એન્જિનિઅર હતો. એણે મહેશને કહ્યું, ‘આજે બસ નથી તો મારી મોટર-સાઇકલ પર આવી જા.' મહેશના મનમાં થોડી દ્વિધા થઇ, વિજયે ફરી આગ્રહ કર્યો. કહ્યું કે મોડું થઇ ગયુ છે. ચાલ, જલ્દી પહોંચી જઇએ. બંને ઓફિસમાં પહોંચ્યા. પોતાનું કામ કર્યું.સવારે ચાર્ટર બસ નહોતી આવી, ૧૨૨ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy