SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ અ**** * * , થાય છે, ગુરૂએ આજ્ઞા કરેલ ધર્મકર્મ કરવાથી સર્વ મનુષ્યની શુભન્નત કરી શકાય છે. દેશસેવા, વિશ્વસેવા, પરોપકાર, ભક્તિ, સેવાધર્મ વગેરે સર્વ શુભ ધમકર્મોની ગુરૂએ બતાવેલ દેશકાલાનુસાર પ્રવૃતિ સમાવેશ થાય છે માટે સ્વાર૭ધને ત્યાગ કરીને ગુરૂની આજ્ઞા પ્રમાણે દેશકાલાનુસારે પ્રગતિકારકશુભધર્મકર્મો કરવા જોઈએ, પરંતુ ગુરૂના ઉપદેશમાં અને તેમની આજ્ઞામાં અંશ માત્ર શંકા અને અશ્રદ્ધા ન કરવી જોઈએ. રાજ્યના કાયદાઓની પેઠે ગુરૂથી ધર્મોન્નતિ માટે ધમકર્મ પ્રવૃત્તિમાં શિષ્યોને જુદા જુદા હુકમથી જુદી જુદી રીતે પ્રવર્તાવે છે. પૂર્વની ધર્મકર્મપ્રવૃત્તિમાં ફેરફાર પણ કરે છે. શિષ્યને જે જે ધર્મકર્મો કરવાના છે તે પણ ફેરફાર કરે છે. દેશકાલાનુસારે ધર્મકર્મોવડે: શુભેન્નતિ થાય એવી રીતે તે તે દેશકાલાનુસારે શુભન્નતિ કારક ધર્મ કર્મોને પ્રકટાવે છે. પૂર્વના ધર્મકર્મોમાં ફેરફાર કરે છે. જેનાથી જે જે શુભેન્નતિ થાય તેને તે તે ધર્મોન્નતિકારકકર્મ સેપે છે. તેવા પ્રસંગે શિષ્યોને શંકા ઉત્પન્ન થાય છે, તે તે સર્વશનતિના ઘાતક બને છે માટે ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવામાં ધર્મ છે એવું સમજીને તે પ્રમાણે પ્રવર્તે છે અને શિષ્યની ફરજને અદા કરી ધમકમગીપદને પ્રાપ્ત કરે છે. સેનાપતિની આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરતી સેનાને હુકમમાં વિચારની જરૂર નથી તેમ ગુરૂના ઉપદેશ આજ્ઞા પ્રમાણે વર્તવામાં કોઈ પણ જાતને વિકલ્પસંકલ્પ કરવો યોગ્ય નથી એમ ઉત્તમ શ્રદ્ધાલુ શિષ્ય સમજે છે અને શુભેન્નતિકારકકર્મોની પ્રવૃત્તિમાં નિષ્કામપણે પ્રવર્તવામાં સ્વચારિત્ર્ય માની આત્મોન્નતિ કરે છે. રાગદ્વેષને ક્ષય કરે છે, મનને આત્માના વશમાં વર્તાવી આત્મશક્તિ પ્રગટાવવા સમર્થ થાય છે. ७६ कर्त्तन्या सद्गुरोर्यात्रा શિષ્યએ ગુરૂજીથી જુદા પડે છતે વા ગુરૂજી દૂર ગએલ છતે તેમની વર્ષમાં જેટલી બને તેટલી ગુરૂયાત્રાઓ કરવી જોઈએ. વિનય, બહુમાનપૂર્વક ગુરૂની પાસે જવું અને ગુરૂને દેખી તેમને વધાવવા. ગુરૂનાં. દર્શન કરી પ્રદક્ષિણાપૂર્વક વંદન કરવું. ગુરૂની આગળ ગૃહસ્થશિષ્યાએ ફલાદિક મૂકવું. ગુરૂજી જે જે પુણ્યધર્મકર્મો બતાવે તે યથાશક્તિ કરવા તેમની આઝાપૂર્વક પ્રવૃત્તિ કરવી. સર્વ શિષ્યએ. બને ત્યાં સુધી એકવાર ભેગા મળીને એક વર્ષમાં ગુરૂયાત્રા કરવી. અને તત્સમયે ગુરૂશ્રીને ઉપદેશ શ્રવણ For Private And Personal Use Only
SR No.008657
Book TitleShishyopanishad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages59
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy