SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૫૦ શિષ્યોપનિષદ, અને એ કુદ્રતી બાહભેદ તે સર્વત્ર સર્વદા રહ્યા કરે છે. શુભન્નતિકારક ધર્મકર્મોના ઉપદેષ્ટા શ્રીગુરૂદેવની આજ્ઞા પ્રમાણે શિષ્ય ભિન્નભિન્ન કર્તવ્યકર્મો કરતા છતા એકસરખી રીતે પરમાત્મપદને પ્રાપ્ત કરવાને અધિકારી બને છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, શક્તિ આદિ સાપેક્ષતાવાળે વ્યાવહારિકકર્મો કરવાને તથા ધાર્મિક કર્મો કરવાને ગુરૂને જે ઉપદેશ છે તેમાં નાસ્તિકોને શ્રદ્ધા થતી નથી, પણ પૂર્વભવ સંસ્કારી આસ્તિક મનુષ્યને શ્રદ્ધા થાય છે. પિતાના વિચાર પ્રમાણે શુભન્નતિકારક ધર્મકર્મો કરવાના કરતાં ગુરૂને ઉપદેશ અને ગુરૂની અનુમતિથી વા ગુરૂએ જે વર્તમાન તથા ભવિષ્ય માટે ક્ષેત્રકાલાનુસારે પ્રવર્તવાની સલાહ આપી હોય તે પ્રમાણે શુભન્નતિકારક ધર્મકર્મોમાં નિષ્કામભાવે શિષ્ય પ્રવર્તે છે અને સાંસારિક અનેક તાપથી તપાઈને પિતાના આત્માને શુદ્ધ કરે છે. ગુરૂના ઉપદેશાનુસારે દ્રવ્યક્ષેત્રકાલભાવથી જે જે સ્વાધિકારે શુભે નતિકારકધમકર્મો જણાતાં હોય તેને શિષ્ય કરે છે અને અવનતિકારક કર્મોને ત્યાગ કરે છે. ગુરૂની આજ્ઞા પ્રમાણે શુભન્નતિકારકધર્મકર્મો કરતાં પાપની શંકા રાખવી નહીં તેમજ અન્ય પ્રકારની શંકાઓ કરવી નહીં, કારણ કે શંકાથી આત્મશકિતને નાશ થાય છે અને અધિકારથી પતિત્વ પ્રાપ્ત થાય છે માટે ગુરૂપદિક વ્યકાર્યોમાં પરમાત્માની આજ્ઞાને નિશ્ચય કરીને પ્રવૃત્તિ કરવી. ગુરૂપદિષ્ટસ્વાધિકારસ્કાપ્તશુભેન્નતિકારકકર્મોને ત્યાગ કરીને જેઓ શુષ્ક અક્રિય બનવા ઈચ્છા કરે છે તેઓ સ્વાત્માને ઘાત કરવા ઇચ્છા કરે છે અને ધર્મને વિશ્વમાંથી નાશ કરવાની ઈચ્છા કરે છે એમ સમજવું. જ્ઞાનયોગીએ શુભન્નતિકારકધર્મકર્મો કરીને ગુરૂના સત્યશિષ્યની ફરજ અદા કરવી જોઈએ. ગુરૂ કરે તે ન કરવું પરંતુ ઉપરના સૂત્ર પ્રમાણે ગુરૂજી શિષ્યના અધિકાર પ્રમાણે તેની દ્રવ્ય ક્ષેત્રકાલભાવના અનુસાર શુમેન્નતિ થાય એવી જે આજ્ઞા ફરમાવે તે પ્રમાણે પ્રવર્તવું એવી શિષ્યની ફરજ અર્થાત ધર્મ છે. આત્માની, સમાજની, સંધની, ધમની, જ્ઞાતિની, મંડલની, રાજ્યની, દેશની શુતિ કરવામાં દેશકાલાનુસારે ગુરૂએ જે જે ધર્મકર્મો બતાવ્યો હેય તેમાં શ્રદ્ધાપૂર્વક પ્રવૃત્તિ કરનાર શુભશિષ્ય છે એવો શિષ્ય સ્વયંકમપેગી થવી ગુરૂની મુરતાને પામે છે અને ગુરૂપશ્ચાત ગુણાનુસારે શુભેન્નતિકારક બની અન્ય લોકોને શિષ્ય કરીને તેઓને ગુરૂ બને છે. દ્રવ્ય ક્ષેત્રકાલભાવનું સ્વરૂપ સમજ્યા વિના ગુરૂએ બતાવેલ શુભધર્મોન્નતિ કરી શકાતી નથી. ગુરૂદર્શિતધર્મકર્મો કરવામાં જ આત્મજ્ઞાનનાં પકવ ઝરણું પ્રગટે છે. ગુરૂએ બતાવેલ શુભેન્નતિકારકધમકર્મો કરવાથી પરમાત્મપદની સહેજે પ્રાપ્તિ For Private And Personal Use Only
SR No.008657
Book TitleShishyopanishad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages59
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy