SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર શિષ્યોપનિષ કરી ધર્મકર્મો કરવા પ્રવૃત્ત થવું. સર્વશક્તિને ગેપડ્યા વિના પ્રમાદને ત્યાગ કરી ગુરૂપદિષ્ટ ધર્મકર્મમાં પ્રવૃત્ત થવું. गुर्वात्मभूतशिष्यैः आत्मभावेन परस्परमहंत्वादिकं त्यक्त्वावर्तितव्यम् । ગુરૂના આત્મસ્વરૂપ થએલ શિષ્યોએ આત્મભાવવડે અહંકારાદિને ત્યાગ કરીને પરસ્પર વર્તવું જોઈએ. શિષ્યએ પરસ્પર એકબીજાને પિતાના આત્મસમાન લેખવા જોઈએ. એકગુરૂના શિષ્યએ પરસ્પર અહંકાર, તકરાર, કલેશ, ફુટફાટ કરી ગુરૂની આજ્ઞાને ભંગ ન કરવો જોઈએ તથા ગુરૂનું નામ ન લજવવું જોઈએ. પોતાના ગુરૂની લઘુતા નિન્દા ન થાય તેવી રીતે શિષ્યએ પરસ્પર પ્રેમભાવપૂર્વક વર્તવું જોઈએ. આત્મપૂર્વક પરસ્પર વર્તવામાં ગમે તેવી મોટાઈ માની હોય વા ગમે તેવો સ્વાર્થ હોય તે પણ તેને ત્યાગ કરવો જોઈએ. ગુરૂની આજ્ઞા માટે તથા ગુરૂના નામની મહત્તા માટે જે શિષ્ય મોટાઈ, અહંતા, સ્વાર્થ, વગેરેને ત્યાગ કરે છે અને અન્ય તરફનું ઘણું સહે છે, તે જ ગુરૂના આત્માની સાથે મળેલ આત્મભૂતશિષ્ય અવધવો. અહંકાર, દ્વેષ, ઇર્ષ્યા, માન, ક્રોધ, સ્પટ, લાભ, વૈર વગેરેને ત્યાગ કરીને પરસ્પર શિષ્યએ પ્રેમથી પ્રવર્તવું જોઈએ. ગુરૂના નામે અનેક શુભધર્મકર્મો કરવાં જોઈએ. ગુર્વાત્મભૂત શિષ્યોએ પરસ્પર એક આત્મરૂપ બની ધર્મકર્મો કરવા જોઈએ. ગુરૂની આજ્ઞાપૂર્વક એકાત્મભૂત બની પરસ્પર ધર્મકર્મોમાં પ્રવૃત્તિ કરવી. ७७ परस्परसाहाय्यकारकाः સરૂના શિષ્ય પરસ્પર એકબીજાને સાહાધ્ય કરનારા હોય છે. ગુરૂના ભકતે, ઉપાસકે પરસ્પર એકબીજાને અનેક દુઃખદ પ્રસંગમાં યથાશક્તિ સહાય કરે છે. બુદ્ધિવડે, બળવડે, ઉપદેશવડે, ધનવડે, પરાક્રમવડે સદગુરૂના શિષ્ય, ભકતે, ઉપાસકો એકબીજાને કહ્યા વિના અણધારી સાહાધ્ય કરે છે. વિપત્તિ વગેરે પ્રસંગોમાં ગૃહસ્થશિષ્યો અગર ત્યાગિશિષ્યો ભકતો ગુરૂના નામે પિતાને જે મલ્લું હોય છે તેને સમાનબંધુઓના ઉપયોગ માટે વ્યય કરે છે. પિતાના ધર્મબંધુઓ કરતાં અન્ય કંઇ વિશેષ નથી એવો ખાસ નિશ્ચય ધારીને અહમમતાભીતિને ત્યાગ કરી તેઓ શીર્ષ અર્પણ કરી પરસ્પર સાહાચ્ય કરે છે. પરસ્પરના સંપ બળે તેઓ પ્રતિપક્ષીઓને હઠાવે છે. જેઓ એકબીજા માટે પ્રાણુ સમર્પણ કરે છે. તેઓ એક ગુરૂના સમાનધર્મ શિષ્યો છે. જેઓ તન, મન, ધનનું મમત્વ For Private And Personal Use Only
SR No.008657
Book TitleShishyopanishad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages59
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy