SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૧) શ્રીમggવાત્રિ. (૨૨) હરિગીત- છન્દ. મુજ નાથ કેરા રાનમાં, દર્શન અને નિત્યે થશે. સુખ દુઃખ ભર્યા દિવસો બધા, રઘુનાથના સંગે જશે; એવા ઉમળકા સાથ મુજ, સંગાથ જે આવી સહી; એ જાન સરખી જાનકી, આ રાનમાંથી ક્યાં ગઈ? પ્રિય દેવીના વિરહ ભરેલી, આંસુડાંથી આંખડી, વર્ષો તણું જળથી ભરી, જાણે કમળની પાંખડી; શ્રીરામજી લક્ષમણ સહિત, શોધે સીતાની સંચરે; જ્યાં ત્યાં જનક તનયા દિડી, એવું વને પુછ્યા કરે. એવી રીતે ફરતાં છતાં, સુગ્રીવને આશ્રમ ગયા; હનુમાન સહ સુગ્રીવના, નિર્મળ પણે સ્નેહી થયા, સુગ્રીવ કહે કે એક નારી, દૈત્ય હરિ જાતે હત; દેખાવડા સમય પર, જાતે અમે જે હતે. એ નારીએ આકન્દતાં, આભૂષણો ફેક્યાં હતાં, એ સર્વ રાખ્યાં છે અમે, હું રાજી તમને આપતા, એવું કહી સીતા તણું, આભૂષણે આપી દીધાં નયને નિહાળી રાઘવે, સૌ ઓળખી જલદી લીધાં. વિહળ બન્યા પ્રભુ દેખને હા? એ પ્રિયા જન ક્યાં હશે? હે ભાઈ લક્ષમણ? જાનકીની, શી દશા હાલે હશે? તું જોઈને ઓળખ બધાં, કંકણ કડાં સીતા તણું; આ સર્વ છે મેજૂદ પણ, સીતા વિના શા કામનાં પ લક્ષ્મણ વદ્યા એનાં ઘરાણુ, ભાઈ? ઓળખતે નથી આ લગ્નથી આરંભંને, સીતા વદન જેતે નથી; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy