SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૦) ગરીમાં પૂરનારિવા. (૨૨) ઇગ્રેજીનો અનુવાદ મન્દાક્રાન્તા–છન્દ. જ્યારે જ્યારે અતિવ મધુરા, સારિકા શબ્દ બેલે; ત્યારે ત્યારે નિકટ જનનાં, હર્ષનાં દ્વાર ખોલે, એના મીઠા કલરવ વડે, લેક આનન્દ માને; ને એના તે ગરિબ દિલની, વેદના કોણ જાણે. આ સો લેકે ત્રિસુત યુતા તે બિચારી અકેલી, પિતા કેરાં ગૃહ સુત હના, કેદમાં છે પુરેલી; તે લોકોને તદપિ સુખ દે, સાંજ ને પ્રાત-ટાણે તોયે તેના ગરીબ દિલની, વેદના કોણ જાણે? આ સૌ લોકો વિચરણ કરી, તીર્થ યાત્રા કરે છે; ઉદ્યાને કે પ્રિયતમ તણા, ઘેર આનન્દ લે છે, ને આને તે જનક જનની-થી વિભિન્ના કરી છે; લેકેને છે પરમ સુખને, દુઃખીની પક્ષિણી છે. આ માતાઓ નિજ શિશુતણા, પ્રેમમાં રક્ત રહે છે; પાસે બેસી મઠડી ચુમી લે, વિશ્વનો લહાવો લે છે ને આની તે ઉભય સુખદા, પાંખ કાપી લીધી છે; નિર્દોષીને નિરદયપણે, કેદ પૂરી દીધી છે. ભાસે છે એ ઉપર તનથી, પક્ષિણી હર્ષવાળ; અંતમહી અતિવ દુખ છે, બ્રાત–માતા વિનાની; એને સાક્ષી પરમ પ્રભુ છે, સ્વાર્થને બુદ્ધિ કયાંથી ! પિતા કેરા હરખ અર, આણી છે રાનમાંથી. ૪ ૫ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy