SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૭ ) बीजालटकेमनडुनहींलोभाय. (८३) શિખરિણી. હને લાગે છે કે, અવનિ કદિયે ગંધ તજશે; વળી વારિમાંથી રસ ગુણ કદીયે વહી જશે, સુધાદેવીમાંથી, અમર પણના ગુણ છટકે, " છતાં બીજા કોઈ, મનડું નહિ લોભાય લટકે. ચઢયે જે આજે છે, પરિપુરણ તે રંગ ચઢીયે; લટો જેઓ સાથે, પ્રીંત નહિ કરું ખાસ લઢીં; બીજા રંગે ભાળી, દિલ અણગમા સાથ અટકે; હવે બીજા કેઈ, મનડું નહિ લેભાય લટકે. હતું જે થાવાનું, થઈ ગયું હવે અન્ય ન બને; અ સંસ્કારી લેકે, નિગમ પથ વિદ્યા નહિ ભણે, જગસ્વામી વ્હાલા ચરણ કમળ ચિત્તડું ટકે; હવે બીજા કોઈ, મનડું નહિ લેભાય લટકે. સુવણેની શય્યા, કદિક મળશે તો પણ ભલે? ઉઘાડા અંગેથી, ભૂમિ શયન હો તે પણ ભલે ? સુખો યા દુઃખોના, તરૂવરની છાયા નવ ટકે; અને બીજા કેઈ, મનડું નહિ લેભાય લટકે. જગત્ લક્ષ્મી દેખી, ચતુર અતિ છે તોય ચપલા; નથી ન્યાળી ક્યાંઈ, સ્થિર થઈ નિહાળી ન ચપળા; પછી તે હે તો એ, ગમન કરતી ગુપ્ત ભટકે, અત: લક્ષ્મી કેરા, મનડું નહિ લેભાય લટકે. વિલક્યા વૃદ્ધોને, થરથર થતી કાય સઘળી; ઝુરે છે સંભારી, નિજકૃતિ બની જેહ નબળી; યુવાનીના રંગે, પુનિત પુરૂનેય પટકે; યુવાનીમાં માટે, મનડું નહિ લેભાય લટકે. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy