SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માયા સ્વરૂપ નારીને. થાવા પતિ તું જાય છે, તવ સદૃશ તેના અંગમાં, જીવ જતુ પણ લય થાય છે. ૧૦ એ નારી કેરા જીવન એકે, લાખ તુજ જીવન થતાં; ' તોયે કહે છે હારી છે, શરમાય નહી ઉચ્ચારતાં નથી સાર તોયે તે વિષે, જે માનતો જીવ પ્યાર હે; અણસમજુતિ તુજ જીવનને, ધિક્કાર હો ફીટકાર હે! ૧૧ સાચા ધણના અંશ તુજને, આ રીતે કંઈ ના ઘટે; ફાંફાં તણું ફાકા ભયેથી, ભૂખ પ્યાસા નહીં હટે, હાલો લ્હને એવું છતાં, એનો સદા શણગાર હો; મૂખ મમત્વી તો ત્વને, ધિક્કાર હે ફિટકાર હે ! ૧૨ જતીનભૂપતિ. (૨) હરિગીત. પંડિત તથા સજજન ઉપર, શત્રુત્વ જે ઝાઝું કરે, અકકલ તણું તે દુશ્મને, અધિકારી થઈ ફરતા ફરે; ને મદીરા પાનથી, આ રક્ત નૃપનાં હોય–જે; એવા કદર વિણ ભૂપ પ્રતિ, સ્વપનેય સજજન? ના જજે ? ૧ પશુ રૂધિરના જે આંગણે, નિર્દય પણે કાદવ ભર્યા, ઠગબાજી કેરા ઠાઠ તે, ઠકરાઇના માને ઠર્યા, નરલેહીને પીવા બદલ, કપટી કસાઈ થાય–જે; એવા કદર વિણ ભૂપ પ્રતિ, સ્વનેય સજજન? ના જજે? ૨ રૈયત કહે “બાપા” છતાં, બાપા પણું રાખે નહીં, પ્રતિ વાતમાં અપ શબ્દ વિણ, બીજું કશું દાખે નહીં, વ્યભિચાર માંહી પ્યાર છે, રમનાર નિત્ય જુગાર–જે; એવા કદર વિણ ભૂપ પ્રતિ. સ્વય સર્જન? ના જજે? ૩ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy