SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 3 ] આચાર્યના હાથે. લખાયેલ હાવા છતાં, તેમની વિશાળ સહૃદયતા, અધમ મતસહિષ્ણુતા સવ સંપ્રદાયે પ્રતિ ઔદાર્ય, પ્રેમભાવ, ‘ સારુ તે મ્હારુ ’ એ ભાવના આ સૌ તત્વાએ ગ્રંથને સર્વ ભાગ્ય બનાવેલ છે. કહેતાં આંચકા લાગતા નથી કે આ ગ્રંથના જૈને કરતાં જૈનેતરાએ વધુ લાભ લીધા છે. સાધુ બન્યા પહેલાં સાધુતા મેળવવા ને કેળવવા ખૂબ મથનાર શ્રીથકૢ યાગઅધ્યાત્મમસ્તી તપ, ત્યાગ, તિતિક્ષા, તત્વચિન્તનથી કેટલા આગળ વધ્યા હશે તે તે આ ગ્રંથારલે આપેલ તેમનું એક જ ભજન ૪૦ વર્ષ પર લખેલ ‘ અગમ વાણી ” વાંચતાં સમજાશે. રાજાઓના પૂર્ણતયા તપતા રાજ્યકાલમાં ૪૦ વર્ષે પર તેઓ ભાખે છે—“ રાજા સકળ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે ” અને હજી તે કાસદ અને ખેપીઆના જમાનામાં તેઓ લખે છે- એક ખડ ખીજા ખંડની ખખરે ઘડીમાં આવશે. ઘરમાં રહ્યાં વાતા થશે, પરખંડ ઘર સમ થાવશે. ” આટલુ જ તેમના આ ગ્રંથ લખવાના અધિકાર પરત્વે ખસ થશે. પ્રાયે આ કાટિના, આવેા સમૃદ્ધ તત્ત્વચિન્તનને, ચેતના જગાડનાર સભર મહાગ્રંથ અન્યત્ર પ્રકટ થયા જાણવા જેવા સાંભળવામાં નથી આવ્યે. આ ગ્રંથ પ્રકટ કરી મંડળ પેાતાને ધન્ય માને છે અને એ ગ્રંથ ભારતવર્ષમાં પૂર્વની કર્તવ્યતત્પરતા પુનઃ પ્રકટાવા એ અભિલાષ સેવે છે. આ ગ્રંથની પ્રથમાવૃત્તિમાં નિવેદન લખી, તેમાં આ મહાગ્રંથનાં સમૃદ્ધ, પ્રકટ અપ્રકટ તત્વને છણ્યાં છે. કર્તાનો આશય પૂર્ણપણે તે ન સમજી શકાય છતાં ગ્રંથસ્થ વિષયના શ્રીમદે આપેલા ખ્યાલ સમજવા પ્રયત્ન કરી નિવેદન લખાયેલ, જે આ ગ્રંથારભે પણ પુનઃ આપેલ છે. એટલે તત્પરત્વે વધુ લખવાપણું રહેતું નથી. ઋણસ્વીકાર આવા વિશ્વોપકારી, મહાગ્રંથ વિશ્વને આપવા બદલ કયાગી એવા શ્રીમદ્ આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગરજી મહારાજનું આ મંડળ ખૂબખૂબ ઋણી છે. આ મડળના ઉપપ્રમુખશ્રી, જૈન સમાજના એક પ્રખર તત્વચિન્તક, અભ્યાસી વિદ્વાન, બહુશ્રુત છતાં સરળ, મિષ્ટભાષી છતાં ગાંભીય ઔદાર્યાંદી શુવિભૂષિત અને વૃદ્ધ ઉમરે પણુ ધર્મ અને જ્ઞાન સેવાથે અયેલા, યુવાન જેમ ધગશ ધરાવનાર, ગર્ભશ્રીમંત છતાં હૃદયથી ફકીર જેવા, ભાઇશ્રી ફતેહચદ ઝવેરભાઈ ભાવનગરવાળા એમની આ ન For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy