SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૭૮) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. પ્રયત્ન એ બે ઈશ્વરી બક્ષીસ છે તેનાથી આ વિશ્વમાં કંઈ પણ દુઃસાધ્ય રહેતું નથી. સતતેત્સાહ અને સતતપ્રયત્નબળે વિક્રમ રાજાએ શકલેકેને હરાવીને સ્વરાજ્યની સ્થાપના કરી. સતતત્સાહ અને સતત પ્રયત્નવડે કલંબસે અમેરીકાખંડને શોધી કહાડે. સતતેત્સાહ અને સતત પ્રયત્નબળે હજારો વખત પ્રવૃત્તિમાં નિરાશા મળ્યા છતાં પણ અને કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરી શકાય છે. સતતત્સાહ અને સતત પ્રયત્નબળે જાપાનીએ જાપાનને ઉદ્ધાર કર્યો અને તેની પ્રગતિથી ચીન અને અમેરિકાને પણ જાગ્રત રહેવાની જરૂર પડી છે. ગુરુ ગોવિંદસિંહમાં સતતોત્સાહ અને સતત પ્રયત્ન એ બે મુખ્ય ગુણ હતા, તેથી ગુરુ ગોવિંદસિંહે જે કાર્ય કર્યું તે ઈતિહાસના પાને અમર રહ્યું છે. રાણહમીરમાં સતતેત્સાહ અને સતત પ્રયત્ન એ બે ગુણ હતા તેથી તેણે મેવાડના ઉદ્ધારમાં વિજય મેળવ્યું. આ વિશ્વમાં મહાશકમાં કુદરતી બક્ષીસ તરીકે સતતત્સાહ અને સતત પ્રયત્ન એ બે ગુણ વાસ કરે છે. ગમે તે કાર્યની સિદ્ધિમાં એ બે ગુણ વિના નિર્વાહ થઈ શકે તેમ નથી. દુઃખમાં વિદ્યાભ્યાસ એ નામના પુસ્તકમાં અને સ્વાશ્રય નામના પુસ્તકમાં અનેક ગરીબ મનુષ્ય, સતતત્સાહ અને સતત પ્રયત્નથી મહાપુરુષ બનેલા છે એમ દર્શાવ્યું છે. કર્મવાદીઓ, ભાવીભાવવાદીઓ, સતત પ્રયત્ન વિના દરેક બાબતની પ્રગતિમાં પાછળ પડી જાય છે, અને તેઓ પ્રગતિશીલ મનુષ્યના દાસ બનીને તેઓના આક્રમણથી દબાઈ ચંપાઈ જીવન વ્યતીત કરે છે. પ્રગતિશીલ સંઘમાં, સમાજમાં, રાજ્યમાં, દેશમાં, મંડલમાં, કેમમાં સતતેત્સાહ અને સતત પ્રયત્ન એ બે ગુણ પ્રત્યક્ષ અવલકાય છે. સતતત્સાહના આધારે સતત પ્રયત્ન થઈ શકે છે. સતતોત્સાહનો અગ્નિ હલાવાની સાથે સતત પ્રયત્ન પણ મંદ નષ્ટ થઈ જાય છે. સતતત્સાહ અને સતત પ્રયત્ન વિના ધર્માચાર્યો અને ધર્મપ્રવર્તક ધર્મને પ્રચાર કરવાને શકિતમાન્ થતા નથી, માટે ધર્માચાર્યોએ સતતત્સાહ અને સતત પ્રયત્નનું અવલંબન કરવું જોઈએ. સતતત્સાહબળે શાહબુદ્દીનગરીએ દિલ્લી પર અગીયાર સ્વારીઓ કરી, દશ સ્વારીઓમાં તે પૃથુરાજ ચોહાણથી પરાજય પામીને પશ્ચાતું હશે, તે પણ સતતેત્સાહ અને સતત પ્રયત્ન ત્યાગ કર્યો નહિ. સતતત્સાહપ્રયત્નથી તેણે દિલ્હી પર અગિયારમી સ્વારી કરી તેમાં તે ફાવ્યું અને ત્યારથી દિલ્હીની ગાદી મુસભાના તાબામાં ગઈ. મહાવીર પ્રભુ અને શ્રી સંપ્રતિ રાજાના સમયમાં જેની પ્રાયઃ ચાલીશ કરેડના આશરે વસતિ થઈ હતી અને વેદધર્મ પાળનારાઓની ઘણી સંખ્યા ઘટી ગઈ હતી, પરંતુ પશ્ચાત્ જનાચાર્યોમાં સાધુઓમાં અને જનગૃહસ્થમાં સતતત્સાહ અને સતત પ્રયત્ન રહ્યો નહીં તેથી પુનઃ વેદધર્મીઓનું સામ્રાજ્ય પ્રગટયું અને જેનોની સંખ્યામાં ઘણે ઘટાડો થયે. સતતોત્સાહ અને સતત પ્રયત્નથી શુક્રાઈસ્ટના ભક્તોએ ચાર ખંડમાં પ્રીસ્તિ ધર્મને પ્રચાર કર્યો તે સર્વ લેકે અવલોકી શકે છે. આ વિશ્વમાં સતતેત્સાહ તથા સતત પ્રયત્નબળે અનેક For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy