SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ૪૨ સાધુઓને ત્યાગાવસ્થામાં અનેક ઉપસર્ગો તથા બાવીશ પરિસહ વેઠવા પડે છે અને તેથી જ્ઞાનાવરણીયાદિકર્મોને ક્ષય થતાં પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. મહાકર્મયોગી શ્રી તીર્થકરે હોય છે. શ્રી તીર્થકરના કર્મયોગ સમાન કેઈન કર્મયોગ હોતો નથી. મહાકમગી–સર્વોત્તમ કમગી તીર્થકરોને ચૌદપૂર્વના સારભૂત નમસ્કાર મંત્રમાં નમો અરિહંતા એ પદથી સર્વ પદવીઓમાં પ્રથમ નંબરે મૂકી પ્રથમ નમસ્કાર કર્યો છે અને પશ્ચાત નો સદા એ પદથી સિદ્ધ પરમાત્માને નમસ્કાર કર્યો છે. કર્મયોગીઓ મહોપકારી હોય છે તેથી તેઓને પ્રથમ નમસ્કાર કરવામાં આવે છે. સિદ્ધ પરમાત્માઓને કેવળજ્ઞાન અને કેવલદર્શન છે પરંતુ સિદ્ધાવસ્થામાં કર્મયોગ નથી તેથી તેઓએ પ્રથમ નમસ્કાર કરવામાં આ નથી. અષ્ટ કર્મ રહિત રજોગુણ, તમોગુણ, અને સત્વગુણ રહિત સિદ્ધ પરમાત્માઓ કરતાં પ્રથમ અરિહંતોને નમસ્કાર કર્યો છે તેથી નાગમના આધારે કર્મયોગીઓને અર્થાત પ્રવૃત્તિધમગીઓને કેટલું મહત્વ આપવામાં આવ્યું છે તેને વાચકે સહેજે ખ્યાલ કરી શકશે અને કમંગની મહત્તા તો જૈનેના નમસ્કાર મંત્રમાંજ વણવી છે તેવી અન્યત્ર અવલેતી નથી એમ સહેજે વાચકોને જણાશે. લોકમાન્ય તિલક કહે છે કે-પ્રકૃતિ ધર્મને ભાગવત ધર્મમાં વિશેષ વર્ણવ્યું છે પરંતુ તેઓ આ બાજુ લક્ષ આપશે તે જણાશે કે સંન્યાસ માર્ગના પ્રવર્તાક ધમધેરી- ધર્મસ્થાપક ચોવીશમાં તીર્થકર મહાવીર સ્વામી જેવા ધમ પ્રવૃત્તિ કરનાર કોઈ અન્ય જણાશે નહીં. શ્રી મહાવીર પ્રભુએ શરીર છોડતાં પૂર્વ સેન પ્રહર સુધી આય મનુષ્યોને એક સરખો ઉપદેશ આપ્યો હતે. ગામે ગામ, નગરે નગર અને દેશ દેશ ફરીને જીવન્મુક્ત કેવલજ્ઞાની છતાં ઉપદેશ આપે હતા, હવે કહે સંન્યાસ માર્ગ યાને ત્યાગ માર્ગમાં એક એવા મહાવીર પ્રભુને સર્વોત્તમ કર્મયોગી માનતાં કાણું વાંધો લઈ શકે તેમ છે ? વીસમાં તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીએ ઉપકાર માટે રાત્રીમાં સિદ્ધપુરથી વિહાર કર્યો અને ભરૂચ પધાર્યા હતા. જ્યારે જૈન ધર્મના સ્થાપક તીર્થકરો આ પ્રમાણે ધમ્ય પ્રવૃત્તિ કરે છે તે ત્યાગાવસ્થાના અધિકાર પ્રમાણે કર્મચાગી બનીને આચાર્યો, ઉપાધ્યાયે, પ્રવર્તકે-સાધુ-સાધ્વીઓ ઉપકારાદિ ધમ્ય પ્રવૃત્તિને દેશ સમાજ રાજ્ય વગેરેના કલ્યામ ભાગ આપે એમાં શું આશ્ચર્ય ? ત્યાગાવસ્થામાં ત્યાગીના અધિકાર પ્રમાણે કર્મયોગી બનીને કર્તવ્ય કાર્યો કરવાના છે, પરંતુ કર્તવ્ય કર્મથી મુક્ત થવાતું નથી–એમ ઉપદેશ દેન રા સર્વ મહાવીર પ્રભુના આગમ કરતાં સંન્યાસીને સર્વક ત્યાગી કહેનારા ભગવદ્ ગીતાનું મહત્વ કઈ રીતે ચઢી શકે તેમ નથી શ્રી મહાવીર પ્રભુએ ગૃહસ્થોના અધિકાર પ્રમાણે કર્તવ્ય કર્મો કરવાને ઉપદેશ આપી વ્રતમાં કમોગને સમાવી દીધો છે. હજારે આચાર્યોએ અનેક વિષયના હજાર ગ્રન્થ લખીને તથા અનેક જાતના ઉપદેશ આપીને તથા મનુષ્ય પર પર ૫કાર કરીને કર્મયોગીપણાના પિતાનામાં સિદ્ધિ કરી બતાવી છે; તેથી એમ સિદ્ધ થાય છે કે જે ત્યાગીઓ થાય છે તે ઉચ્ચ કર્મયોગીઓ બનાવવા માટે થાય છે. માટે જનધર્મી ત્યાગીઓ બનવું એટલે કમગીથી-ક્રિયાચોગથી ભ્રષ્ટ થવું એ કોઇ એ મનમાં વિચાર લાવ નહીં. લે, શ્રીયુત તિલકના લખવા પ્રમાણે દાની સન્યાસીએ કર્મમાગ થી ભ્રષ્ટ થાય છે ખરા પણ જૈન સાધુએ તે પોપકારી ગ્રંથ લખનાર, વો પાળનારા-આગમોનો અભ્યાસ કરનારા અને ઉપદેશકે હોય છે તેથી તેઓને કમ ભ્રષ્ટતાને આક્ષેપ લાગુ પડતો નથી. અનાદિકાલથી જન સાધુઓ આચાર્યો અને તીર્થ કરે સત્ય કમગીઓ છે એમ તેઓની ધર્મી પ્રવૃત્તિથી અને આગમોથી સિદ્ધ થાય છે. જેનાગમમાં કર્મચગીની મહત્તા સંબંધી વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. જનોમાં કર્મયોગીઓ પાંચસો વર્ષથી ન્યૂન પ્રમાણમાં પ્રગટ્યા તથા તેમાંથી ચારે વર્ણના જને સંરક્ષી શકયા નહીં તેથી જનોની સંખ્યા ઘટીને હાલ ત્રણ લાખ તેત્રીસ હજાર પર આવેલી છે. જન શાસ્ત્રોમાં કમળને શુકલપાક્ષિક ગણ્યો છે; મેક્ષનો અધિકારી શુકલપાક્ષિક મનુષ્ય ઠરે છે અને જેઓ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy