SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૧૦ ] ag નિશ્ચયસૃષ્ટિ હૃદય ધરીજી, પાલે જે વ્યવહાર; યશેાવિજયજી મહારાજે કહ્યું છે કેપુણ્યવંત તે પામશે”, ભવસમુદ્રના પાર. ’ Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યવહાર અને નિશ્ચય બન્ને નયને ગૌણ મુખ્ય રાખી પ્રવૃત્તિ કરતાં વસ્તુના યથા એધ થાય છે અને શુભ કમ યાગ વિસ્તાર પામે છે; જે વખતે વ્યવહારની મુખ્યતા હૈાય ત્યારે નિશ્ચયની ગૌણુતા હોય અને જે વખતે નિશ્ચયની મુખ્યતા હાય ત્યારે વ્યવહારની ગૌણુતા હોય; આમ બન્નેય દૃષ્ટિમાં જે વખતે જેની જરૂરીઆત હોય ત્યારે તેના ઉપયોગ બીજી દૃષ્ટિના તિરસ્કાર કે અપલાપ નહિ' કરતાં સમભાવની સાપેક્ષ દૃષ્ટિએ કરવામાં આવે છે ત્યારે વસ્તુ તત્ત્વના યથાર્થ અનુભવ થાય છે; જે વ્યવહાર નિશ્ચય તરફ લઈ જતે નથી તથા નિશ્ચયના અનુભવમાં મદદગાર થતા નથી તે વ્યવહાર શુભ કે શુદ્ધ વ્યવહાર નથી; જો વ્યવહારને આપણે સુતરરૂપ માનીએ તે નિશ્ચય તેનાં અનેલાં કપડાંરૂપ છે; મતલબ કે વ્યવહાર કારણુ છે. અને નિશ્ચય કાર્ય છે—આ જૈનદનના નયવાદનું રહસ્ય છે. જીવા અનંત છે અને બધાં સુખને ચાહે છે; સુખની કલ્પના પણ બધાની સરખી નથી; છતાં વિકાસના ( Evolution ) ઓછા વધતા પ્રમાણમાં પ્રાણીઓના અને એમના સુખના સંક્ષેપમાં એ વર્ગ કરી શકાય છે; પહેલા વર્ગમાં અલ્પવિકાસવાળા પ્રાણીઓને સમાવેશ થાય છે, ખીજા વર્ગમાં મનુષ્યજીવનવાળા અધિક વિકાસવાળા પ્રાણીઓ આવે છે; તેમાં પણ પુણ્યાનુબ'ધી પુણ્યના ઉદયથી આ કુલ, મનુષ્યજન્મ, પચેંદ્રિય સંપૂર્ણતા, જિનધર્મ, સદ્ગુરુસમાગમ અને સદ્જ્ઞાનની પ્રાપ્તિમાં પ્રગતિ કરી રહેલા માનવે બાહ્ય અર્થાત્ ભૌતિક સાધનાની સંપત્તિમાં સુખ ન માનતાં ફકત આધ્યાત્મિક ગુણાની પ્રાપ્તિમાં જ સુખ માને છે અને તે આધ્યાત્મિક ગુણાની પ્રાપ્તિ માટે દાન, દયા, પરોપકાર, સત્ત્વપ્રેમ, સ્વાત્યાગ, જિનભક્તિ, બ્રહ્મચર્ય, સામાયિક, પ્રતિક્રમણ, પાષધ, સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રજ્ઞાન, તપશ્ચર્યાં અને મનુષ્યસેવા વિગેરે સદાચારેાથી પેાતાની અને પરની ઉન્નતિ માટે પ્રવૃત્તિશીલ રહે છે અને એ રીતે શુભ કર્મચેાગી બને છે; પહેલુ સુખ પરાધીન છે જ્યારે ખીન્નું સુખ સ્વાધીન છે; પરાધીન સુખને કામ અને સ્વાધીન સુખને ધર્મ કહેવાય છે; તેથી જ ધર્મનું વાસ્તવિક લક્ષણ છેવટે આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપે કહેવામાં આવ્યું છે; તે શુભ કર્મચાગ કરતાં કરતાં સધાય છે, આત્મા ઘડાતાં ઘડાતાં તૈયાર થાય છે અને છેવટે શુદ્ધકર્મયોગમાં પલટાતાં સકમથી મેક્ષ થાય છે—આ જાતના વિકાસક્રમ (volution-theory ) સર્વજ્ઞાએ પ્રખાયેલે છે. મનુષ્યનું સાચું મહનીય જીવન આધ્યાત્મિક જીવન છે; જૈનદર્શનની પરિભાષા 勞醫 For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy