SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છood જીને ૭૮, બે વર્ષ બાદ શ્રી શંકરલાલ આદીતરામ પાદશાહ સાથે નાણાની દલાલી શરૂ કરેલી. સને ૧૯૩૪ માં શ્રી. શંકરલાલભાઈના પુત્ર શ્રી. જયંતિલાલના ભાગમાં “ જયંત મેટલ મેન્યુફેકચરીંગ વર્કસનામનું મોટું કારખાનું શરૂ કર્યું, જે ભારતવર્ષમાં અજોડ અને વિશાળ મનાય છે. સને ૧૯૩૬ માં એક સાહસિક જર્મનના ભાગમાં “ઈન્ડીયન સ્ટાન્ડર્ડ મેટલ વર્કસ ” શરૂ કર્યું. ભારતભરમાં આવું સાહસ પ્રથમ જ હતું. સને ૧૯૯ માં સુરમાની ધાતુ (એન્ટીમની ) જે ભારતમાં પહેલી જ વાર શોધાયેલી ધાતુ-તે ખાણનું કાર્ય પરિ. છોટાલાલભાઈના ભાગમાં ૬૦ વર્ષના લીઝથી ખાણ રાખી શરૂ કર્યું. જે ખાણ પાકીસ્તાનની સરહદ નજીક, ઉત્તર હિન્દમાં પેશાવરથી ૨૫૦ માઈલ દૂર આવેલ ચિત્રાલમાં છે. તેની ભારત માટે તેમણે એકલા જ વ્યાપાર કરવાની માનેલી મેળવી આ મહાન સાહસ શરૂ કર્યું હતું. “ વાયરનેસ” તારની ખીલીઓ બનાવવાનું કારખાનું પણ તેમણે કર્યું છે. સને ૧૯૪૦માં શ્રી. જયંતિલાલ સ્વર્ગવાસી થતાં બધાં કારખાનાંનો વહિવટ પિતે સંભાળી લીધે. તેમના સ્મરણાર્થે કપડવંજમાં જયંત મેડીકલ સાર્વજનીક હોસ્પીટલ” ખેલી. તે ખાતે ૬૦ હઝારનું ટ્રસ્ટ કર્યું તથા બીજે તમામ ખર્ચ આપવા માંડ્યો. અજબ હિંમત, કાબેલિયત આત્મશ્રદ્ધાભર્યો આત્મા જ્યારે સાહસિકતા ગણિતઆંકડા ગણત્રી અને યાંત્રિક કૌશલ્ય મેળવે છે ત્યારે તે શું ન કરી શકે ?-ક્રોડપતિ પણ બને છે. જેમ નરના નરોત્તમ બને તેમ શ્રી. ચીમનભાઈ શ્રીમંત થવા છતાં સરલ, શાંત, નમ્ર, ઉદાર કેળવાયેલ છતાં ધર્મિક અને પ્રભુભક્ત છે. સં. ૧૯૯૯માં કપડવંજમાં જૈનશાસનના યુગપુરુષસમા પૂ૦ સાગરાનંદસૂરિજીની નીશ્રામાં ભારતના સઘને નિમંત્રી શ્રી નવપદજી આંબેલની ઓળી કરાવવામાં આવેલી. તેમાં મહામહોત્સવપૂર્વક અનેક રચનાઓ-સુશોભન બનાવી આ ઉત્સવમાં આવેલ પંદર હજાર માણસોની મેદનીમાં જે આરાધના કરાવેલી તે કપડવંજના ઇતિહાસમાં ૫૦૦ વર્ષમાં પ્રથમ વાર જ થયેલ. જેમાં શ્રી ચીમનભાઈએ પિણા લાખ રૂપી આ ખરચી ઔદાર્ય દાખવેલું. આવા ધર્મ લક્ષમી દક્ષતા ઔદાર્ય ને સાદાઈથી શોભતા શ્રી. ચીમનલાલભાઈ પિતાની જ્ઞાતિ અને નગર, મુંબઈ અને અન્યત્ર એક અગ્રગણ્ય વ્યક્તિ બન્યા છે. | શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી વિરચિત આ મહાન ગ્રંથના પ્રકાશનમાં તેમણે અઢી હજાર રૂપિઆ આપી–પેટ્રન બની જ્ઞાન-ભક્તિ કરેલ છે. આવા સુંદર હૃદયવાળા ઔદાર્યવાન મહાશયને શ્રીઅ. જ્ઞા. પ્ર. મંડળ સાભાર અભિનન્દ છે અને તેમનું દીર્ધાયુ વાંછે છે. મંત્રી, * *જય છે ? * For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy