SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૩). ન આવે રાતમાં નિદ્રા, દિવસમાં ચેન પણ નાવે; સતાવે તના પડદા, કહોને કયાં છુપાયા છે? બધા-૩ વિરહની આગ લાગે છે, બળે છે આ શરીર આખું; અરે એ? શાંતિના સ્વામી કહોને કયાં છુપાયા છે? બધા-૪ નયન ઝંખે મધુર મૂર્તિ, શ્રવણ ઝંખે કથા હારી; હૃદય દેરી પકડનારા ?, કહોને કયાં છુપાયા છે? બધા–૫ અજિત આનંદના દાતા, હૃદયથી દૂર નવ જાતા; પ્રિતમજી પ્રાણના પ્યારા, કહોને કયાં છુપાયા છે ? બધા ગામોને . (૨૦૨) જોતાં જોતાં ચાલ્યા ગયા—એ રાગ. વૈરાગ્યનાં વ્હાણું વાયાં રે, જાગે ને જેગી; અલખનાં ગાણાં ગાયાં રે, જાગને જોગી.–એ ટેક. આંગણે ગુરૂજી આવ્યા, લક્ષ્યારથ લાભ લાવ્યા; પ્રેમભાવ પરખાવ્યા રે, જાગોને જેગી. ૧ પ્રેમરૂપ પંખી બોલ્યાં, દીલનાં કમળ ડેલ્યાં; તેજ કેરા દ્વાર ખોલ્યાં રે, જાગોને જેગી. અજ્ઞાન અંધારૂં ગયું, ઉષા કેરું તેજ થયું; હૈડું હરખાઈ રહ્યું રે, જાગને જોગી. ચંચળતા રૂપી ચંદ, પદ્ધ ગયે છેક મંદ; પ્રગટયે આનંદ કંદ રે, જાગોને જેગી. ભજનની વેળા થઈ, આળસને રાખે નહીં; અજિત જગાડે સહી રે, જાગોને જેગી. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy