SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગ્રંથમાં દ્રવ્યના ષભેદ, તેના ગુણે તેના પર્યાયે તેનું સ્વરૂપ ક્ષેત્રક્ષેત્રી, પરમાણુના ભેદ, આત્માનું નીત્ય અનિત્યપણું, જ્ઞાનના પ્રકારભેદ, વ્યહવાર જ્ઞાન અને નિશ્ચય જ્ઞાન, કર્મના પ્રકાર, તેને કર્તા-કારણ, દ્રવ્ય, પક્ષ, સપ્તનય, પ્રમાણે, સપ્તભંગીનું સ્વરૂપ, ધ્યાનના પ્રકાર. બાર ભાવના, સમકતનું સ્વરૂપ વિગેરે બાબતો પર લેખકે વિવેચન ઉત્તમ અને સરળ રીતે તે કર્યું છે. ૧૧. શ્રી કમલેગઃ ગ્રંથાંક નં. ૫૦. પૃષ્ઠ સંખ્યા ૧૦૨૫. રચના સં. ૧૯૭૩ ના મહા સુદ ૧૫ ભાષા મુળ સંરકૃત ગુજરાતી. - આ અપ્રતિમ મહાગ્રંથની ટુંકમાં સમિક્ષા મુકેલ છે. ઉંડુ અવગાહન અપ્રતિમ યેગ, અધ્યાત્મજ્ઞાન, તત્વચિન્તન, બહુશ્રતપણું, પ્રબળ સત્સંગ નકકર નીધિધ્યાસન અને સદ્ભાગ્ય શિવાય આ ગ્રંથનું નિર્માણ દેવદુર્લભ લાગે છે. કર્મયોગ તો ભારતવર્ષમાં ૩-૪ લખાયા છે. છેલ્લે કર્મગ–લેકમાન્ય ભારત વીર કેસરી, સદગતુ બાલગંગાધર તિલક એમણે મરાઠીમાં લખેલો, છતાં, તે મુળ ભગવદ્ગીતાના કે ઉપરની વિવેચન ટીકાઓ રૂપે જ. જ્યારે આ લેખકે મુળ ૨૭૨ સંસ્કૃત શ્લોકો પિતે જ નવા રચી તેના પર પિતાની વેગવાન કલમ ચલાવે જાય છે. જ્યારે આ કર્મયોગનાં ફર્મા લે. મા. તિલક પર અવલોકન તથા અભિપ્રાય અર્થે મોકલ્યાં ત્યારે તેમને પત્ર આ પ્રમાણે આવેલો – Had I known from the bigining that you are writing this Karma yoga I would never have written my Karmayoga. I am astonieshed to peruse this volume. I am happy that Bharat has got Sadhu writers like you. (Sd) B. G. Tilak આવા એક સમર્થ જૈન આચાર્યને-કમળ એ તેમના સ્મત જીવનને નિચેડ કહીએ તો ચાલે. ધનુષના ટંકાર સમી વાણીમાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે શુન્યમનસ્ક કર્તવ્યહીન બનતા જતા શ્રી અર્જુનને કર્તવ્યપરાયણ થવા બોધ રૂપે કુરૂક્ષેત્રના મેદાનમાં ભગવદ્ ગીતાને પેગામ આપ્યો હશે ત્યારે એ કેટલા દિવ્ય હશે ? તેવા જ પ્રખર કર્તવ્યપાલનના પ્રકાંડ પયગામ આ કર્મચગમાં શ્રીમદ્ આપે છે. તેઓ એક સ્થળે લખે છેઃ– “ ભારતવાસીઓ અધ્યાત્મવિદ્યા વિના એકલી સમાજ સુધારાની પ્રવૃતિ પાછળ પડશે તો તેઓ શુષ્ક વિચાર અને નિર્બળતા વિના કશું જ પ્રાપ્ત કરી શકવાના નથી.” અને આ નગ્નસત્ય કેટલું સાબીત થયું છે તે તે આજના ભારતવર્ષની સ્થિતિ સ્પષ્ટ કરે છે. કર્મયોગ એ સર્વકાળમાં, સર્વ દેશોમાં, સર્વ મંતવ્યમાં અતિ મહત્ત્વનો વિષય છે. જે ગ્રંથ અદ્યાપી ભારતવર્ષનું ઉત્કર્ષ બળ તેમ જ ગૌરવ ગણી તે પ્રતિ જનસમુદાય અતિ માનની દ્રષ્ટિએ જોઈ રહ્યો છે. તે કર્મોગ જ છે. સ્વામી વિવેકાનન્દ, શ્રીમાન્ત મણિલાલ નભુભાઈ, લે. મા. તિલક આદિ સમર્થ For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy