SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નગર પાદરાવાસી શેઠ, મોહનલાલ વકીલ, શ્રધ્ધાવંત વિવેકવંત, જેનું રૂડુ શીલ. નગર પાદરામાં રહી, વાંચી શાસ્ત્રો અનેક, ઉપકારક દષ્ટિ થકી, કીધી કૃતિ વિવેક. આ ગ્રંથમાં આત્માને શાન્તિ શી રીતે મળે? ક્યારે મળે ? તેના ઉપાયો, આત્માનું મૂળ સ્વરૂપ અને તે સમજાવવા આત્મા અને કર્મને સંબંધ, તેમજ બહિરાત્મા–અંતરાત્મા– પરમાત્મા એ ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ વર્ણવી છેવટે એક આત્મતત્વ જ જાણવા અનુભવવા છે તે દર્શાવ્યું છે. સહજઆત્મસુખ-અંતરાત્મસખાનુભવ અને સંસારના કટ અનુભવો બાદ વિરામવા ઈચ્છતા શાંતિ શોધતા માનવાત્માને શાંતિ-સમાધિ અને વિરામની ભુખ કડકડીને લાગે છે ત્યારે, કવચિત ઉત્તરાવસ્થામાં પણ સંસારને ઘણો ઉપયોગી કે નકામો બને ત્યારે પણ જાળી જીવડાને અને વિરમવા મથતા આત્માઓને સ્ત્રીપુરૂષ, યુવાન કે વૃધુ ગમે તે, કેમ ધર્મ સંપ્રદાય કે સમાજના માનવાત્માને આ ગ્રંથ ખરેખર આત્મિક શાંતિ આપવા સમર્થ છે જ. (૧૦) શ્રી ષડદ્રવ્ય વિચાર-ગ્રંથાંક નં. ૩૫ પૃ. ૨૩૮ આવૃત્તિ ત્રીજી રચના સંવત ૧૯૫૯ ભાષા ગુજરાતી-માગધી. આ ગ્રંથ-ડદ્રવ્ય વિચાર એ જૈન દર્શનના ચાર અનુગ-દ્રવ્યાનુયોગ-ગણિતાનુગ ચરણકરણનુયોગ-તથા -કથાનુયોગ પૈકી દ્રવ્યાનુયેગના પાયા Foundaton રૂપ છે. જૈન દશનની ભવ્ય ઈમારતનો પાયો-દવ્યાનુગ હોઈ દ્રવ્યાનુયેગનો પાયો પડ–દ્રવ્ય વિચાર છે. આમાં નવતત્વ પણ સમાઈ જાય છે. આ ગ્રંથના જ્ઞાન વડે જ આધ્યાત્મજ્ઞાનના ગહન ગ્રંથો સમજવા સહેલાઈ થાય છે. જેના દર્શનના જે મહાન સિધ્ધાંતો-ત-ફીસુટ્ટીઓ અને વિદેશીઓ યુરોપીયન તથા જૈનેતરને મુગ્ધ કર્યા છે તે, જેનદશનના-દ્રવ્યાનુયોગને જ લઈને છે. એ આ ગ્રંથ અતિ વિચારણીય અને અભ્યાસ કરવા ચોગ્ય છે. મુળ ગ્રંથ રચના કરવાનું નીમિત્ત લેખકના પિતાના શબ્દોમાં નીચે આપીએ છીએ. મુખ્ય પ્રયોજન હું સુરતથી વિહાર-પ્રવાસ કરી પાદરા આવ્યો, ત્યાંના શ્રાવક વકીલ મોહનલાલ હીમચંદનો સમાગમ થયો, તેમને ષડદ્રવ્યનું સ્વરુપ જાણવાની જીજ્ઞાસા થતાં વિનંતી કરવાથી પૂર્વાચાર્યો કૃત ગ્રંથમાંથી ઉદધરીને આ પદ્રવ્ય વિચાર પ્રબંધ લખી તેમને સમજાવતાં તેમને ઘણો હર્ષ થયે; જૈન ધર્મતત્વ પરની શ્રદ્ધા દ્રઢ થઈ તેમજ બીજા પણ ઘણાઓને લાભ થયો.” આમ સહજ જીજ્ઞાસાપૂર્તિ તે આ ગન ગ્રંથ. આ ગ્રંથ ખરેખર અતિ ગહન હોઈ ગીતાર્થ જ્ઞાની ગુરૂ પાસે સમજી વાંચવા અભ્યાસ કરવાથી ઘણે હિતકર્તા થઈ પડશે. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy