SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતના પાટનગરમાં ૨૧૯ વિલીન થયેલી જ્યોતિર્માળમાં પં. વિરવિજયજી, પં. રૂપવિજયજી, પં. અમરવિજયજી, પં. મણિવિજયજી, પં. ઉદ્યોતવિમળજી, શ્રી નેમિસાગરજી, શ્રી. રવિસાગરજી, શ્રી. સુખસાગરજી, શ્રી. ચિદાનંદજી (કપુરચંદજી), શ્રી. હુકમમુનિજી, શ્રી. બુટેરાયજી, ખરતરગચ્છીય ચિદાનંદજી, શ્રી. રત્નવિજયજી, ડહેલાવાળા કુંવરવિજયજી, શ્રી. ગૌતમ સાગરજી, શ્રી. ઝવેરસાગરજી, શ્રી. ધર્મસાગરજી, શ્રી. વિવેકસાગરજી, શ્રી. રત્નસાગરજી, શ્રી. ગુમાનવિજ્યજી, શ્રી. વૃદ્ધિચંદ્રજી, શ્રી. મૂલચંદ્રજી, શ્રી. આત્મારામજી; શ્રી. નીતિવિજયજી, શ્રી. રાજેન્દ્રસૂરિજી, શ્રી. ધનવિજયજી, શ્રી. ભાયચંદજી તથા ધરણેન્દ્રસૂરિજીનાં નામ લઈ શકાય. નવી તિળમાં શ્રી. નેમવિજયજી, શ્રી. ધર્મવિજયજી, શ્રી. નીતિવિજ્યજી, શ્રી. કેસરવિજયજી, શ્રી. આણંદસાગરજી, પ્રવર્તક ચતુરવિજયજી, પ્ર. કાન્તિવિજયજી, શ્રી. સિદ્ધિવિજયજીનાં નામ આદરપૂર્વક લઈ શકાય. જેમાં નગરશેઠ કુટુંબમાં શેઠ લાલભાઈ અત્યારે અગ્રગણ્ય ભાગ લઈ રહ્યા હતા. તેમના ભાઈ મણિભાઈ તથા જગાભાઈ ને શેઠાણી ગંગાબેન પણ પૂર્વજોની પ્રતાપી પરંપરાને યથાશકય અનુસરી રહ્યાં હતાં. શેઠ હઠીસિંગ કેસરીસિંગના વારસમાં જેસિંગભાઈ શેઠ પિતાની ઉદારતાથી, શોખથી, સંપતથી, સંગીતપ્રિયતાથી જાણીતા હતા. એ કાળમાં એમના જેવા કાળ બીન બજાવનાર ઓછા હતા, ને બે ઘોડાની કેટિને અરબી ઘોડાને હાંકતા એમને જેવા લોકો ટોળે વળતા. શેઠ મનસુખભાઈ ભગુભાઈ જૂની મહાજનોની છવંત પ્રતિમાસમા હતા. એ કાળના સધર મીલમાલેક હતા ને જયારે કોઈ અમદાવાદી શેઠિયા નગરબહાર બંગલા બાંધી હવા ખાવામાં નહોતા સમજતા, ત્યારે એમણે શાહીબાગના રસ્તે બંગલા બંધાવેલા. શેઠ લલ્લુભાઈ રાયજી મીલમાલેક હતા, કેળવણીના, રાષ્ટ્રપ્રવૃત્તિના હિમાયતી હતા. શેઠ વીરચંદ દીપચંદ લેકમાન્ય ને સરકારમાન્ય વ્યકિત હતી. એમની ઉદારતા અદ્ભુત હતી. ગંગાબેન શેઠાણી જૂના સ્ત્રીત્વની જાજરમાન પ્રતિમા શાં હતાં. શ્રી. નેમીસાગરજી મહારાજ અને શ્રી. રવિસાગરજી મહારાજના પાદરેણુથી પવિત્ર બનેલી ભૂમિ પર સ્પર્શ કરતા ગુરુશ્રી સુખસાગરજી ને શિષ્યોનાં મન મેરલાની જેમ થનગની ઊઠયાં. અમદાવાદનું ચાતુર્માસ શાન્તિભર્યું ને ઉત્સાહભર્યું* વ્યતીત થયું. ચરિત્રનાયક સવારમાં દોઢ કલાક વ્યાખ્યાન વાંચતા, અને એ વેળા નવા નવા કેટલાક રાજકીય, સામાજિક ને ધાર્મિક પ્રશ્નો ચચી શ્રોતાઓને નવી દિશાએ લઈ જતા. બીજી તરફ તેઓને પિતાનો અભ્યાસ પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો હતો. સુપ્રસિદ્ધ શાસ્ત્રી, વિદ્યા, વાણી ને વપુથી સુશોભિત શ્રી. શ્યામસુંદરાચાર્ય નામના મહાન તાર્કિક કાશી-બનારસથી અભ્યાસ કરાવવા માટે આવ્યા હતા, ને ન્યાયના આકર ગણાતા ગ્રંથનું પરિશીલન ચાલી રહ્યું હતું. સ્યાદ્વાદ રત્નાકરાવતારિકા, સ્વાદવામંજરી, સ્યાદવાદ રત્નાકર, અનેકાંત જયપતાકા, અષ્ટસહસ્ત્રી, શાસ્ત્રવાર્તાસમુરચય, પ્રમેયકમલા For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy