SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra 'www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૦ યાનિષ્ઠ આચાય ને એ વેળા હિન્દુપત પાદશાહી સ્થાપવાના મનસૂબાવાળા આ પ્રદેશેા સાધુઓને ચેાગ્ય લાગ્યા. અલબત્ત, એના કારણે કડક નિયમના ન રહેવાથી શિથિલાચાર વધ્યેા. ને મંત્રતંત્રના પ્રભાવથી શાસનની રક્ષા કરનાર શ્રીપૂજ્યા ને યતિના હાથમાં શાસનનાં સર્વ સુત્રો આવ્યાં. શાસનને એમણે અક્ષુણુ રાખ્યું. મદિરેશને પવિત્ર રાખ્યાં. ગ્રંથભ’ડારોને સલામત જાળવ્યા. કોઇ રાજાને દવાથી, કેાઇને દેવતથી ને કેાઇને ચમત્કારથી વશ રાખ્યા. એના રાજ્યમાં જૈન સાધુ સાધ્વીને નિર્ભય બનાવ્યાં, અનેક દાનપત્રો મેળવ્યાં. આસમાની સુલતાનીના-કટોકટીના કાળમાં જૈન ધર્મની એમણે ભારે સેવા કરી. સમાજે પણ એમની કદર કરી. દ્રવ્ય, દેરાસર ને ઉપાશ્રયા એમને સોંપ્યાં. એ કાળ વીતી ગયા. કઈક શાંતિને કાળ આવતાં જના પેાતાની જૂની શુદ્ધ પરપરાને ખેાજવા બેઠા ત્યારે, તેઓને જણાયું કે રક્ષકે જ સત્તાધીશ બની ગયા છે. ગ્રંથભંડારો એમને કબજે પડયા છે. દેરાસરોમાં એમણે ડેરા નાખ્યા છે. સમાજ એમને અચ્છિક રીતે દ્રવ્યની જે સહાય આપતા હતા, એ ફરજિયાત કરલાગાના રૂપમાં પલટાઈ રહી છે, ને મ'દિર, ઉપાશ્રય ને ભંડારાના બની બેઠેલા માલિકા ચાકીદારાની સેના ખડી કરી જાતજાતના જુલમેા કરી એ કરલાગા વસ્લ કરો રહ્યા છે. સંવેગી સાધુઓનું નામનિશાન પણ નથી, ને જે છે, તે શ્રીપૂયના શાસન નીચે છે. છતાં અજવાળી રાતના ગણ્યાગાંઠયા આકશતારકા સમા ઘેાડા ઘણા સાધુએ પેાતાની નિર્ભેળ પ્રતિભા પ્રસારી રહ્યા છે. એમાં સહજસાગર ઉપાધ્યાયની પાટે આવનાર ઉપાધ્યાય જયસાગરજી, ગણિ શ્રી. મતિસાગરજી ને મુનિ શ્રી, જિતસાગરજી ઉદયપુર ને એ તરના પ્રદેશમાં જ્ઞાન, વૈરાગ્ય ને તપના નિખાલસ વારસે જાળવતા જોવાય છે. વિસરતા જતા શ્રતજ્ઞાનના એ ઉપાસક છે. પાંચ મહાવ્રત પાળવામાં ચીવટવાળા છે, વિહારમાં ઉદ્યમવત છે, ને સ્વ-સાધુઓને સારાદિક કરવામાં કુશળ છે. એ વેળા એટલું પણ અતિ હતું. એ પછી ૬૩ મી પાટે, આગમ અને સાથે અન્ય દશનેાના જ્ઞાતા શ્રી. મયગલસાગરજી ને તે પછી શ્રી. પરમસાગરજી આવ્યા. તેઓના પછી તેમની પાટે શ્રી. સુજ્ઞાનસાગરજી આવ્યા. તેઓ વિદ્વાન હતા, ને ઉદયપુરમાં સ'. ૧૮૧૭માં તેમણે અજિતનાથજીની અંજનશલાકા કરી. બે વર્ષ બાદ પદ્મનાથ પ્રભુની ત્યાં પ્રતિષ્ઠા કરી. ઉદયપુરના ગ્રંથભંડારના ખૂબ વિકાસ કર્યાં, ને આ રીતે શાંતિથી યતિના હાથમાંથી સમાજને છેડાવતા ચાલ્યા. સુજ્ઞાનસાગરજીએ ઉચપુરની એક શ્રાવિકાને દીક્ષા આપી સર્વ પ્રથમ સાધ્વી બનાવ્યાં. એમનું નામ મયશ્રી રાખ્યું. સુજ્ઞાનસાગરજીના એક શિષ્ય શ્રી. ભાવસાગરજીએ ઉદયપુરના મહારાણા ભીમસિ'હુજીને પ્રતિબેાષ આપ્યા. જૈન મંદિર, જૈન સાધુ ને જૈન તત્ત્વશ્રવણના તેમને રસિક બનાવ્યા. મહારાણાએ ગજશાળા પાસેની જમીન જૈનમંદિર બાંધવા ભેટ કરી. તેમણે બિકાનેર આદિ સ્થળેથી પુસ્તકા આણી ઉદયપુરના જ્ઞાનભંડારને સમ‚ કર્યાં. શ્રી. સુજ્ઞાનસાગરજીની પાટે તેમના ગુરુખ શ્રી સ્વરૂપસાગરજી આવ્યા, ને તેમની For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy