SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir સાગર ગરછ નામદાર. આપની આટલી કીમત છે !” બાદશાહ કંઈ ન સમજો, પણ એણે કહ્યું: “મારી કીંમત કેટલી?” “રતિભર, ખુદાવિંદ. ખુદાએ માણસ માત્રને-રાજાને અને રૈયતને એક સરખાં બનાવ્યાં છે; પણ રાજાના પલામાં રતિ અર્થાત ભાગ્ય વધારે મૂક્યું છે.” બાદશાહ આ જુવાનની હાજરજવાબીથી ખુશ થઈ ગયો, ને તેને રાજના ઝવેરીની પદવી આપી. શ્રી. શાંતિદાસે પિતાની ઉન્નતિનું મૂળ ઉપા. શ્રી. સહજસાગરજીને માન્યા. બનેએ મળી ઘણાં ધર્મનાં કાર્યો કર્યા. તેમ જ જે યંત્રના પ્રતાપે તેઓ સુખી થયા હતા, તે ચિંતામણિ પાર્શ્વનાથનું અમદાવાદમાં સુંદર મંદિર બાંધ્યું. આમાં સુંદર બાંધકામને ઘૂમટમાં પૂતળીઓની રચના હતી. અમદાવાદમાં સૂબા તરીકે ઔરંગજેબ આવ્યો ત્યારે તેણે આ મંદિર તોડી નાખેલું પણ શાંતિદાસ શેઠે બાદશાહ શાહજહાં પાસેથી ફરી એ સરકારી ખર્ચે સમરાવવાનું ફરમાન મેળવ્યું. આ પત્તિના વખતે આ મંદિરની ત્રણ મૂતિઓ ઝવેરીવાડના આદીશ્વરના દહેરાના ભોંયરામાં, એક નીશાપોળના જગવલ્લભ પાર્શ્વનાથના ભેાંયરામાં, ને મૂળનાયકની મૂતિ સુરજમલના દહેરામાં બેસાડી હતી. હાલ આ મંદિર ખંડેર રૂપમાં છે, ને સરસપુરની વાયવ્ય બાજુએ આવેલ છે. • ઈતિહાસકારોને એ જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે ઝવેરાતના શોખીન શાહજહાંએ મોગલવંશે સંગ્રહેલાં જરઝવેરાતમાંથી મયૂરાસનનું નિર્માણ કર્યું', ત્યારે શેઠ શાંતિદાસ ઝવેરી તરીકે દરબારમાં જ હતા. ' - ઝવેરાતના રસિયા તરીકે શાહજહાં ખૂબ પ્રસિદ્ધ છે. સાડા છ કરોડના મયૂરાસન ઉપરાંત તેટલું ઝવેરાત શાહી ખજાનામાં હતું. રાજદરબાર વખતે બાદશાહ પોતાને દેહ પર આશરે બે કરોડના દાગીના પહેરવે. એની મંત્ર જપવાની બે માળાઓ પણ ૨૦ લાખ રૂપિચાની હતી. શ્રી. શાંતિદાસ જેવા કાર્યકુશળ ઝવેરીઓનું આમાં કેટલું પ્રોત્સાહન હશે, તે વિચારવા યોગ્ય છે. પણ આ બાદશાહોના દરબારમાંથી જ શાંતિદાસ અમદાવાદના નગરશેઠનું પદ લઈને આવતા નજરે પડે છે, અને એમના જ દ્વારા ઔરંગજેબને શાહીસંદેશ વેપારી વર્ગ પર અમદાવાદ આવે છે. શ્રી સહજસાગર ઉપાધ્યાય - શ્રી શાંતિદાસ શેઠે બંનેએ મળી ઘણુ ધર્મ કાર્યો કર્યા. શ્રી. હીરવિજયસૂરીશ્વરજી પછી એ કાળમાં આ ઉપાધ્યાયે ઘણાં કામ કર્યા, પણ પછી તો શ્રી. શાંતિદાસ શેઠ પણ ગુજરી ગયા, ને ઉપાધ્યાય પણ જીવનની ફોરમ વહાવતા કાળધર્મ પામ્યા. પણ બંનેની પરંપરા ચાલી. એકની અમદાવાદમાં–ગુરુપ્રતાપે મળેલી નગરશેઠાઈ વંશવારસામાં ઊતરતી ચાલી, ને કીતિ વધતી ગઈ. જ્યારે બીજાની સાધુપરંપરા મારવાડ, મેવાડ ને ચિતડની આસપાસ ધર્મકાર્ય સાધતી રહી. ઝનની બાદશાહીને લીધે લાંબા વિહાર અશકય બન્યા, ૨૨ For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy