SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગરે ગ૭ ૧૭૧ ૬૩ મી પાટે શ્રી. નાણસાગરજી આવ્યા. શ્રી નાણસાગરજી પ્રતિભાવંત પુરુષ હતા, તેમ જ અપ્રતિબધ વિહારી હતા. તેમણે જેધપુરના એક યતિઓને શુધ્ધ ધર્મની પ્રરૂપણા કરી સ્વશિષ્ય બનાવ્યા, ને એમનું નામ મયાસાગરજી રાખ્યું. વિ. સં. ૧૮૮૩ ની સાલમાં ગુરુશિષ્ય સપરિવાર વિહાર કરતા અમદાવાદ આવ્યા. - અમદાવાદ તે સાગરગરછના ઉપાસક શાંતિદાસ ઝવેરીનું ધામ હતું. શ્રી સહજસાગર ઉપાધ્યાયના આશીર્વાદે આ કુટુંબને સુર્ય સોળે કળાએ તપતો હતો. અલબત્ત, શ્રી. શાંતિદાસ ઝવેરીને ગુજરી ગયે વર્ષો થયાં હતાં. તેમના પાંચ પુત્રો-ધન, રતનજી, લક્ષમીચંદ, માણેકચંદ ને હેમચંદ, આમાંથી માણેકચંદનો વંશ સુરતમાં રહ્યો ને શેઠની ગાદીએ ખુશાલચંદ આવ્યા. તેમની ગાદીએ આવેલા ખુશાલચંદ શેઠે તથા વખતચંદ શેઠે આસમાની સુલતાનીના કાળમાં પણ એ જ પ્રતાપી પરંપરા જાળવી રાખી. | ઈતિહાસ કહે છે, કે એક વેળા મરાઠા લશ્કર અમદાવાદ લૂંટવાની તૈયારીમાં હતું, ને યમની પ્રતિમૂર્તિ સમા એ લશ્કરના વડા પાસે પહોંચવું, એ ખડિયામાં ખાંપણ લઈને કરવા જેવું સાહસ હતું. છતાં પોતાની નગરશેઠાઈના તીત્રભાન ને ફરજના જ્ઞાનવાળા ખુશાલચંદ શેઠ ત્યાં ગયા, ને મેં માગી રકમ આપી અમદાવાદની સમૃદ્ધિ ને જાનમાલને બચાવી લીધાં. આ કાર્યના સંભારણામાં અમદાવાદની હિંદુ-મુસ્લિમ પ્રજાએ એકઠા થઈ ઠરાવ કરી, જેટલો માલ શહેરના કાંટા પર તોલાય તે માલ પર સેંકડે પા ટકે શેઠને મળે તે દસ્તાવેજ કર્યો.* * ' ઉપરાંત પુનાની પેશ્વા સરકાર ને વડોદરાની ગાયકવાડ સરકાર પિતાના તરફથી પાલખી, છત્ર ને વર્ષાસન આપતી. ખુશાલચંદ શેઠ પછી વખતચંદ શેઠ પણ એવા પ્રતાપી થયા. સત્તાની સાઠમારીના અસ્થિર કાળમાં પણ તેમણે શહેરની ભારે સેવાઓ કરી પોતાનું પદ ઉજ્જવલ રાખ્યું. અંગ્રેજ સેનાપતિ જનરલ ગોડાડે એક વખત કોધે ભરાઈ શહેર લૂટવાને હુકમ બહાર પાડયો ત્યારે શ્રી. વખતચંદ શેઠે જ વચ્ચે પડી હુકમ પાછો ખેંચાવ્યા. શ્રી. વખતચંદ શેઠ સમધિશાળી પુરુષ હતા, ને બહુ લાગવગવાળા હતા, તેમને સાત સંતાન હતાં. તેમાં હીમાભાઈ ને મોતીચંદ ખૂબ નામાંકિત થયા. શ્રી. વખતચંદ શેઠને ત્યાં પાલીતાણા ગીર હતું, ને ઈ. સ. ૧૮૨૦ માં કર્નલ વેકરે જે સેટલમેંટ કર્યું, તે પહેલાં તેઓ જ શેઠ આણંદજી કલ્યાણજીના નામથી પાલીતાણાને વહીવટ કરતા. તેમણે અમદાવાદમાં અજિતનાથજીનું મંદિર રૂ. ૪૦,૦૦૦ ખચીને બંધાવ્યું છે. શ્રી. મયાસાગરજી મહારાજ અમદાવાદમાં આવ્યા ત્યારે તેમના વંશજ હીમાભાઈ શેઠ નગરશેઠના પદે હતા. હીમાભાઈ બહુ દીર્ઘદ્રષ્ટિ ને પ્રતાપી પુરુષ હતા. તેઓએ પિતાની પુત્રી | દસ્તાવેજની અંદરની હીજરી સંવત ૧૧૩૭, તા. ૧૦ માહે શાબાન, સહી આદી મેસર એ રસુલ્લાહ કોઇ મુસ્તારીદખાં, ને સહી કરનાર કિશોરદાસ રણછોડદાસ, અપમલદાસ વલભદાસ, મહમદ અબદુલવાહી, અબુબકર શાહાભાઈ વગેરે દશ જણા છે. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy