SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyan mandir સાગર ગચ્છ [૩] મા બહેચરદાસ જે રવિસાગરજી મહારાજના સંપ્રદાયમાં દીક્ષા લેવાના હતા, એ સાગર ગચ્છની ઉત્પત્તિનો આ કાળ છે. શ્રી હીરવિજયસૂરિજીના શાસનકાલમાં શ્રી સહેજસાગર કરીને પ્રસિધ્ધ ઉપાધ્યાય હતા. મહાન વિદ્વાન, ક્રિયાવાન ને પ્રતિષ્ઠાવંત આ ઉપાધ્યાયનું “ અકબરી દરબાર ’માં ભારે માન હતું. ને શ્રી હીરવિજયસૂરિજી મને મળેલા દાનપત્રમાં તેમનો ખાસ ઉલેખ કરવામાં આવેલ છે. આ વખત સુધી જૈનત્વ જીવંત હતું. એનાં દ્વાર ખુલ્લાં હતાં. વિક્રમની સંવત ૧૬૦૦ સુધી નવા જનો થતા. પછી નવી ભરતી આથમી. આ વખતે અકબરી દરબારમાં શાંતિદાસ કરીને એક જુવાનીમાં જોવાતે હતો. સહેજસાગરજી ઉપાધ્યાયની એ ચમકદાર મોતી પર સારી પ્રીતિ હતી. શાંતિદાસ પણ રાજદરબારમાં ઝવેરી તરીકે નામના મેળવવા માગતા હતા. “ ચિંતામણિ” નામના મંત્રની એ જુવાને સાધના કરી હતી એમ કહેવાતું'. એક વાર જહાંગીરી દરબારમાં આ મોતીની પરીક્ષા થઈ ગઈ. વિચક્ષણ બાદશાહે હુકમ કર્યો કે મારી કીમત કરવામાં આવે. બાદશાહની કીંમત કેવી રીતે કરવી ? સહુ વિચારમાં પડી ગયા. નગરમાં નાના વેગે વાત પ્રસરી ગઈ. એ વેળા માનવ-ઝવેરી શ્રી શાંતિદાસે બાદશાહની કીંમત ભર બજારમાં કરી આપવાનું બીડું ઝડપ્યું. કામ ભયંકર હતું. હસતાંમાં ખસતું થઈ જતાં વાર લાગે તેમ નહોતી. શાંતિદાસ યથાસમય કાંટા સાથે દરબારમાં હાજર થયા, બાદશાહે આ જુવાનને જોઈ રહ્યો. એણે તે પિતાનો કાંટે હાથમાં લઈ ઊ ચે કર્યો ને બંને પલાં સરખાં થયાં એટલે એક પહેલામાં એક રતિ નાખી, ને પલું નીચે નમતાં શાંતિદાસે કહ્યું: For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy