SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૬ યોગનિષ્ઠ આચાર્ય આ “ધમ રૂપી દીપકને પ્રકાશ આગામી યુગોને અજવાળાં આપતો રહે, એ માટે આજનાઓ રચાઈ. વ્યક્તિગત વિજય જે એ ન બની જાય, એ માટે જ્ઞાની પુરુષોએ સમષ્ટિને લક્ષમાં રાખી એના ચઢતા–ઊતરતા વિભાગ ર્યા. ચોગ્ય કક્ષાએ રચી. એગ્ય ચિંતન આપ્યું. યોગ્ય અનુશાસન, ઊચિત અનુશીલન ને સાર્વત્રિક આશ્વાસન પ્રેર્યા. આમ ધર્મ, ધમી અને ધર્માત્માઓની ભૂમિકા રચાઈ. આ ભૂમિકાએ માનવજીવનને વધુ સંપીલું, ઉદાર ને દયાળુ બનાવ્યું. તપ ત્યાગ ને ભક્તિ તરફ પ્રેરણા કરી. એ જીવન અબ્દુભુત હતું. સાક્ષાત સ્વર્ગ ખડું હતું. પણ કાળે કાળે પરિસ્થિતિના પલટા આવવા લાગ્યા. શાંત ઝૂંપડીઓ પર નવાં વાવાઝોડાં વાવા લાગ્યાં. એ વાવાઝોડાંએ આ સમર્થ, મૃત્યુંજય આને અશ્વારોહી બનાવ્યા. ધર્મચકની છાયામાં રાજચક ચલાવતા સર્યા. ધમેં આપેલી ખુમારી અદભુત હતી. એ ખુમારીએ ઘણું સરજાવ્યું. સમાજ સરજાવ્યા-રાજ સ્થપાવ્યાં, રાજતંત્ર રચાવ્યાં. આ ભૌતિક વિજોએ આ આધ્યાત્મિક વિજેતાઓને ઘેલા બનાવ્યા. આર્યોનાં મસ્તક સંસ્કૃતિના અભિમાનથી ઉન્નત બની રહ્યાં. સંસ્કૃતિ પ્રચાર માટે એ નવનવી વનસ્થળીઓમાં ઘૂમવા લાગ્યા. આદિદેવ નિર્માણ પામ્યા, ને આર્યાવર્ત સરજાયું. આર્યોએ નવા વિજય સાધવા, નવી સંસ્કૃતિ પ્રચારવા વિજયયાત્રાઓ આદરી. દરેક યાત્રાએ તેઓએ કંઈ ને કંઈ મેળવ્યું. અશ્વારોહી આયએ ચારે તરફ પિતાના ઘોડા દોડાવ્યા. કોઈ યૂરેપ તરફ ગયા, કોઈ ઈરાન તરફ, કે અફઘાનિસ્તાન ને હિંદમાં આવ્યા. હિંદમાં આવી, દ્રાવિડને હરાવી આર્યાવર્તની સ્થાપના કરી. સંસ્કૃતિના રસિયા આર્યોએ અનેક દેવદેવીઓના ઉપાસક દ્રાવિડોનો તિરસ્કાર ન કર્યો. એમને ધર્મ સહને એકતાની સાંકળે બાંધવાનું કહેતા હતા. તેમને પોતાના બનાવી લીધા. તેમનાં પૂજ્ય દેવદેવીઓને પિતે માનાર્હ બનાવ્યાં. એક ને અખંડ આર્યાવર્તની રચના કરી. એના અંગરૂપ ચાર વર્ણ બનાવ્યા. આર્યો પિતાની સાથે પિતાની વિદ્યા, જ્ઞાન ને કવિત્વ લાવ્યા હતા. એ વિદ્યા ને જ્ઞાને તેમને અજેય બનાવ્યા હતા. એ મહાન વારસાની રક્ષા માટે તેમણે એક બુદ્ધિશાળી વગ તૈયાર કર્યો. તેને ન લડવાનું, ન ફરવાનું, ને પેટની ચિંતા કરવાની. તેની ફરજ સર્વ જ્ઞાન ને વિદ્યાની પરંપરા જાળવવાની. એનું નામ “ બ્રાહ્મણ” રાખ્યું. બીજે વગર લડાયક ચોધાઓને બનાવ્યો. એ ચોધાએાને ન જ્ઞાન ભણવાનું કે ન પેટની ચિંતા કરવાની. તેઓની ફરજ લોકોનું રક્ષણ કરવાની, યુદ્ધકળા ખિલવવાની ને વિજય વરવાની ને વસાહતના પ્રદેશને વિશાળ બનાવવાની. આ વગર “ ક્ષત્રિય” કહેવાય.૪. એક વર્ગ કે જે ન લડાયક હતો કે ન ખાસ વિદ્યાની અભિરુચિવાળો હતો, પણ મહેનતુ, ખરી રીતે પ્રથમ ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર એમ ત્રણ વર્ણ રચાયા, ને પછી બ્રાહ્મણ વર્ણ રચાય. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy