SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ અને ધમી ૧૫૭ દીર્ઘદ્રષ્ટિ ને વ્યવસ્થાવાળે હતો-તેને “વૈશ્ય” ઉપનામ આપી ખેતી કરવાનું, ગોપાલનનું ને ખોરાક આદિના વિનિમયનું કામ સોંપ્યું. બ્રાહ્મણ વિદ્યાભિરત રહેતો હોવાથી ને ક્ષત્રિય લડાઈઓમાં ગૂંથાયેલું રહેતું હોવાથી ખેતી આદિ કામ માટે, નગરગ્રામની સ્વચ્છતા માટે તેમ જ કળાકૌશલ્ય વધારવા માટે એક સેવાભાવી વર્ગ યોજવામાં આવ્યા, એ “શૂદ્ર” કહેવાયા. બ્રાહ્મણ સમાજરૂપી દેહનું મસ્તક, ક્ષત્રિય હસ્ત, વૈશ્ય પેટ ને શુદ્ધ પગ ગણાયા. ચારે અંગ એકબીજાના પૂરક ને સમાન હતાં. કઈ હીન કે કોઈ વિશેષ નહોતા. પણ કાળ વધતો ગયો તેમ આ સમાજદેહમાં વિકૃતિઓ પ્રવેશવા લાગી. ક્ષત્રિય પિતાના વિજેથી અંધ બન્યા. તેઓ પિતાને સર્વોપરી માનવા લાગ્યા, ને ત્રણે વર્ણને પિતાનાથી હીન માન્યા. બ્રાહ્મણો પિતાના જ્ઞાનથી ઉન્મત્ત બની ગયા. મંત્રશકિત, શસ્ત્રશકિતથી સહુને ધ્રુજાવવા લાગ્યા. એણે જટિલ ક્રિયાકાંડો ને યજ્ઞયાગે ઊભા કર્યા. યજ્ઞમાં પુરુષમેધ, અશ્વમેધ ને અજામેની સ્થાપના કરી. સહુને પિતાની લડાઈની ઝંખના જાગી. આ સંઘર્ષનો પહેલો પડઘો વીસમા તીર્થકર મુનિસુવ્રત સ્વામીના વખતમાં પડયો. રાવણ નામનો વિદ્વાન બ્રાહ્મણ મંત્રશકિતના જોરે પૃથ્વીને નાથ થઈ પડે. સંસારની સુંદર સ્ત્રીઓ ને સંસારનું સોનું એણે પાટનગર લંકામાં એકઠું કર્યું. જ્યાંથી આદિદેવ કષભદેવે માનવસંસ્કૃતિનો પ્રચાર કર્યા હતા, એ જ અયોધ્યાના એક ક્ષત્રિય રાજકુમાર રામ અને લફમણે માનવસંસ્કૃતિની સુરક્ષા માટે પહેલ કરી. તેઓએ જીવનને ઉચ્ચ ગુણોથી બળવાન બનાવ્યું, ને એ અજેય રાવણને રોળી નાખ્યો, લંકાને નષ્ટભ્રષ્ટ કરી, રામરાજ્યને એક આદર્શ પૃથ્વી પટ પર સ્થા. પણ સત્તા બહુ બુરી ચીજ છે. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત ને એકવીસમા નમિનાશને કાળ વ્યતીત થતાં થતાં તે ફરી ક્ષત્રિયો ઉન્મત્ત બની ગયા. સંસારના દેવ તરીકે પૂજાવાની ઝંખના તેમનામાં જાગી. બ્રાહ્મણ, વૈશ્ય ને શૂદ્રોએ એમની મુરબીવટ સ્વીકારતાં એકચકી સામ્રાજ્યના તેઓ લાલચુ બની ગયા, ને એ વેળા મહાભારત ખેલાયું. આ મહાવિનાશના દૃષ્ટા શ્રીકૃષ્ણ હતા. એમના જ પિતરાઈ ભાઈ નેમિનાથે સંસારને આ હત્યાકાંડથી બચાવવા ભેખ ધર્યો, ને અહિંસાની હાકલ કરી. અરે, વેરની શાંતિ વેરથી નહિ-પ્રેમથી થવી ઘટે. લેનાર કરતાં આપનાર મટે છે. પારકા માટે જીવનાર જ સંસારમાં સાચે છે. વૈદિક સાહિત્યમાં “ ઘર આંગિરસ” તરીકે એ ઓળખાયા. મહાભારતના હત્યાકાંડથી ત્રાસેલી જનતાએ આ હાકલને ઝીલી લીધી. બાવીસમા જનધર્મની એક ખૂબી છે, કે તેના તમામ તીર્થકરો ક્ષત્રિય છે, તે તમામ ગણધર બ્રાહ્મણ છે, છતાં એ વૈશ્યનો ધર્મ ગણાય છે. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy