SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ અને ધમી ૧૫૫ “અરે, અહીં સુખ ખરું પણ બહુ અ! અલ્પ સુખ પણ દુઃખથી અભિભૂત, હાસ્ય ખરું પણ રુદનથી મિશ્રિત, પ્રકાશ ખરો પણ છાયાથી આવૃત્ત, દિવસ પછી રાત જાણે અનિવાય. જીવન ખરું પણ મૃત્યુ એનું ચિરસંગાથી ! બધુય ચાર દિનની ચાંદની જેવું ! અરે, મિષ્ટ મધુથી ભરેલ કુંભ ભલે મળે, પણ એમાં સદા ઝેરનું બિંદુ ઝર્યા કરે એનું શું? એ મધુની શી લહેજત ! એની શી મિષ્ટતા ! એનો શો ઉપયોગ ! અરે, વહેલું મોડું જે નાશ પામવાનું છે, એવા ક્ષણભંગુરનો મેહ રો ! જે જાણતા હોય કે ઘડી પછી દેહાંત દંડની સજા થવાની છે, એને જીવતરનો સ્વાદ શે ! નવજીવન ભલે લાધ્યું પણ એને મૃત્યુના ઓછાયાથી દૂર કરવું જોઈએ. આ સુખ ત્યારે જ સારું ગણાય જ્યારે દુઃખની સંભાવના ન રહે. ભગ જોઈએ, પણ જેનો અંત રોગમાં છે, એવા ન જોઈએ. વિચાર કરતો માનવી ફિલસૂફ બનતો ચાલ્યો. મૃત્યુએ જ સંસારની મહાન આધ્યાત્મિકતાને જન્મ આપ્યો. આદિ દેવે સંસારની આ પુકાર સાંભળી. એમણે તો માનવઉધારનું કાર્ય આરંવ્યું હતું. સામાજિક રીતે ને રાજકીય રીતે માણસને સુખી ને ઉન્નત બનાવવાનું કાર્ય તે વિકાસનાં પંથનાં પહેલાં પગલાં હતાં. માનવીને તો એથી ઘણે આઘે લઈ જવાનો હતો. જીવન સાક્ષાત્કાર દ્વારા સત્ય સમજાવવા તેમણે નિર્ણય કર્યો. એક દહાડો રાજ તર્યું. રાજનાં સુખ તજ્યાં, વનવાસ લીધા ને દેહકષ્ટ સહન કરવા માંડયાં. એક દહાડો મૃત્યુ, રેગ ને વિપત્તિથી અકળાએલાં માનવીઓને એકત્ર કરી કહ્યું અરે, તમે કાં ભૂલો તમે જેને “હું પિત” માની આળપંપાળમાં પડ્યા છે, એ તો અન્ય કઈ છે, તમારો “હું પિતે ” તો અંદર બેઠે છે. એ મરતો નથી, જન્મતે નથી. મરે છે ને જન્મે છે આ તમારો માટીને દેડુ! તરવાના તુંબડા જેવો આ તમારો આત્મા તે સદા ઉતગામી છે; પણ ઘેરાં માટીનાં પડ ચઢાવી એને બિચારાને ડુબાડયો છે. એની ભાળ લો ! એ અજર, અમર, મહાબલી આત્માને નાણે! ખરેખર માણસ દેહમાં વસતા નથી, આત્મામાં વસે છે. જે માતનો ભેદ જાણશે, એ જીવનને સાચે મર્મ નાણશે. વાત તો અદ્ભુત હતી. એકદમ સમજાય તેવી નહતીપણ જેમ જેમ ગળે ઊતરતી ગઈ એમ એમ દષ્ટિબિંદુમાં નવો પલટો આવ્યો. આજ સુધી જે દુઃખના ડુંગરા લાગતા, એ સુખદાયક લાગ્યા. જે વિપત્તિને જોઈ મન કાયર થઈ જતું, એ વિપત્તિને જોઈ મન હંકાર કરવા લાગ્યું. વિપત્તિ, સંપત્તિ, જીવન ને મૃત્યુના ખ્યાલો સદંતર ફેરવાઈ ગયા. અરે, મૃત્યુ કોને છે ? અરે, પુરુષાર્થથી કોણ હારે છે? એક દેહ જશે તો અનેક દેહ મળશે! એક દહાડો એ દેહની માથાકુટમાંથી પણ મુક્તિ મેળવીશ! હું કોણ? આત્મને પિછાણનારે આર્ય ! આ તત્ત્વચિંતનને–આ આત્મદર્શનને સહુએ “ધર્મ” એવું નામ આપ્યું. નીચે પડતા જીવનને પેણે ધારણ કર્યું. ધારણ કરી ઉધરણ કર્યું ! વિલાપ, વેદના, વ્યાકુળતા, વિહવળતા સંસારમાંથી ઓછાં થયાં. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy