SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ યોગનિષ્ટ આચાર્ય ભુત એ શોધ હતી. એક દાણે પૃથ્વી પર વેરતાં અનેક દાણ સામે મળતા હતા. આ કૃષિમાં પશુઓ ખૂબ ઉપયોગી નીવડયાં. પોતાની કૃષિ, પિતાનાં પશુ, પિતાનાં વ્રજ, અપરિગ્રહી માનવી પરિગ્રહી બને. હવે એનાથી ઠેર ઠેર ભટકવું અશકય બન્યું. પરિણામે સુંદર એવી સરિતા તીરે ગોકુળ રચીને રહેવા લાગ્યો. ધરતીની સાથે નાતો બાંધ્યો, સરિતાઓ સાથે સ્નેહ સાથ્ય, હવા-પાણી સાથે પ્રેમ બાંધ્યો. આ વસવાટમાંથી સમાજ પેદા થયો. બંધુત્વની ભાવનાને ઉદય થયો. માણસ એક --બીજાને પડોશી બને. વિનિમય શિખે, સમાજમાં હળીમળીને કેમ રહેવાય, એના નીતિ નિયમો જાણ્યા. પણ સાથે સાથે જે આદિ માનવો રઝળપાટ કરતા હોવાથી નિર્લોભી હતા, તે સ્થિર થવાથી પશુ, ભૂમિ, કૃષિ વગેરે વિષયમાં લોભી થયા, ને એ અંગે અવારનવાર ઝઘડા થવા લાગ્યા. માનવસંસ્કૃતિના આદિ દેવ આ વખતે તેમના નિયામક બન્યા. સંસારના પ્રથમ રાજા” તેઓ થયા. પ્રજાનું રંજન એ રાજધર્મ બન્યો. બંને પક્ષને અયોગ્ય રીતે આગળ વધતા અટકાવી નિયમનમાં મૂક્યા. આ નિયમનથી આદિ માનનો ખૂબ વિકાસ થયો. તેઓ વિચારક થયા, ચિંતક થયા, કાય-કારણના જ્ઞાતા થયા. તેઓની આબાદી ખૂબ વધી. આબાદી વધી એમ નિર્ભયતા વધી. એમની નિર્ભયતાએ અનેક શિષ્ય જન્માવ્યા. આદિ દેવે એ નવસંસ્કૃતિના લાડકવાયા બાળને “આર્ય નું ઉપનામ આપ્યું. આર્ય એટલે અજેય યોધ્ધો ! “નમો અરિહંતા ' (શત્રુના હણનારને નમસ્કાર હો) એ એનો મહામંત્ર. પથ્થર ને પાષાણનો યુગ વટાવી એ સમૃધિભર્યા તામ્રયુગમાં પ્રવેશ્યો. વન સજાવ્યાં, ઉપવન રચાવ્યાં, ઉદ્યાન ને ગૃહની રચના કરી, નદીને કાંઠે સુંદર આશ્રમગૃહમાં નિવાસ કર્યો. સંસારની સર્વ સમૃદિધ જાણે એમને આંગણે આવી ખડકાણી ! | સામાજિક અને રાજકીય વિકાસોન્મુખી જીવન જીવતા સુખી, શાન્ત ને નિર્ભય માનવીના મનમાં એક ચિંતા એકાએક ઝગી. એના સમાજના માણુ સે હસતા, આનંદ કરતા, કિલ્લોલ માણતા એક દહાડે એકાએક એવી રીતે સૂઈ જતા કે ઉઠાડયા કદી ઊઠતા નહિ! એકાકી જીવન જીવતા આદિમાનવને આ વિશે વિચારવા કંઈ તક મળતી નહીં; પણ સમાજમાં તો હત–પ્રીતના સંબંધ બાંધ્યા પછી, આવા બનાવો સહુનાં મન ભારે કરી મૂકતા, અરે, આનું નામ તો મૃત્યુ. એ સહુને અનિવાર્ય ! એના પંજામાંથી કોઈ મુકા નહિ! આ અનન્ત નિદ્રા સહને વારાફરતી ઘેરી વળવાની ! અરેરે, આટલું સુખ, આટલી સાહ્યબી, આટલી સમૃધ્ધિ મળી, અને આવી ક્ષણભંગુર ! તેઓએ એકાંતમાં બેસી એનો વિચાર કરવા માંડયે, માનવી ચિંતક બન્ય, અગમ્ય તરફ આકર્ષાય, ઊંડો ઊતરતો ગયો એમ એનો અફસોસ વધતો ગયો. *સંસારમાં નદીના કાંઠે જ સભ્યતાનો ઉદય થયો છે. ચીનની ચાંચેકયાંગ ને હોઆંગહો, હિંદની ગંગા-જમના ને સિંધુ- સતલજ, ઈરાનની દજલા ને કરાત ને મિશ્રની નીલ નદીના કાઠે લોકો પ્રથમ વસ્યા. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy