SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૩ कर्तव्य કર્તવ્ય માફ એહ છે પરમાત્મપદરસ ચાખવું; ગુરૂદેવ ધર્મની ભક્તિથી, નિજ સાધ્યમાં મન રાખવું, પરમાત્મપદ પ્રગટાવવાને જીવવું સાધન ગણું, મહાદિ કર્મો જીતવાં, એ લક્ષ્ય રાખી સહુ ભણે જગજીવવૃન્દની સેવના, નિષ્કામભાવે આદરૂ, પ્રગટ્યા કષાયે જીતીને, ઉપગ સમતાને ધરૂં. સહુસંગમાનિસંગ રહી, શુદ્ધાત્મમાં લગની ધરૂં; શુદ્ધાત્મના ઉપયોગથી આતમ પ્રદેશે સંચરું, સહુવાસનાઓ જીતીને પ્રભુમય બનીછવું સદા મમતાઅહંતા ત્યાગીને મેહે ન કાઢું ક્ષણ કદી. શયતાનના કોટિ ઉપાયો જીતીને મરવું ખરું, સર્વે કષાયા સર્વથા હણને ખરા ઠામે ઠરું; મનમેહની સહુવૃત્તિને મારીને અમરું; આસવ ઉપાધિમુક્ત હૈ સંવરવડે નિજમાં વળું. સહુ ધમ્ય કર્ત કરું પણ આત્મઉપગે રહું, અષ્ટાંગયોગના સાધને પરમાત્મપદ સાધી લહું; ભૂલું ન આતમભાનને શયતાનવશ થાઉં નહીં, નિજાભ આનંદજીવનથી જગ, જીવવું નિશ્ચય સહી. મુમું ન જડસુખભેગમાં હિંસાદિ દે પરિહરું, અગુરુલઘુ નિજ આતમાં, જાણુને ગર્વ ન દિલ ધરૂ સઘળા જીવોને આત્મસમ માનીને રહેણું આચરું, પ્રામાણ્ય જીવન દ્રવ્યને ભાવે ધરી દોષ હરૂં. નિંદાદિ સર્વથા ત્યાગું ગુણે નિજ આદરૂં, સહુ સગ સેષને વૈરની ને કામવૃત્તિ પરિહરૂં ૪ ૦ For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy