SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सविषोऽस्ति यथा सर्पो लोकानां प्राणनाशकः । तथा मिथ्यात्वयुक्तोऽस्ति जीवः स्वान्यविनाशकः ॥ ૬૨૨ા. જેમ ઝેરવાળો સર્પ લોકોના પ્રાણનો નાશ કરનાર થાય છે, તેમ મિથ્યાત્વયુક્ત જીવ પોતાનો અને પરનો વિનાશ કરનાર થાય છે. (૬૨૧) निर्विषोऽस्ति यथा सर्पो दंशन् नाऽन्यविनाशकः । सम्यग्दर्शनवान् जीवस्तथा स्वान्याविनाशकः ॥६२२॥ જેમ નિર્વિષ સર્પ દંશ દેતાં છતા અન્યનો વિનાશ કરનાર થતો નથી, તેમ સમ્યગ્દર્શનવાળો જીવ પોતાનો અને પરનો વિનાશ કરનાર થતો નથી. (૬૨૨) पञ्चेन्द्रियैर्भवेद्भोगी सम्यग्दर्शनवान् जनः । आत्मशुद्धोपयोगेन स्वाल्पबन्धश्च मुक्तये ॥६२३॥ પાંચ ઈન્દ્રિયો વડે ભોગ ભોગવનાર સમ્યગ્દર્શનવાળો મનુષ્ય આત્મશુદ્ધોપયોગથી સ્વલ્પબંધવાળો અને મુક્તિને માટે યોગ્ય બને છે. (૬૨૩) पशूनां रक्षणं कार्यं पक्षिणाञ्च विशेषतः । यतना सर्वकार्येषु कार्यं स्ववीर्यरक्षणम् ॥६२४ ॥ વિશેષ કરીને પશુઓનું અને પક્ષીઓનું રક્ષણ કરવું જોઈએ. સર્વકાર્યોમાં યતના રાખવી જોઈએ અને પોતાના વીર્યનું રક્ષણ કરવું જોઈએ. (૬૨૪). अन्नं जलञ्च वस्त्रञ्च देयं तदर्थिने शुभम् । यत्काले यच्च योग्यं स्यात्तदेयं मुक्तिकामिभिः ॥६२५॥ શુભ અન્ન, જલ અને વસ્ત્ર તેના અર્થીને આપવાં જોઈએ અને મુક્તિની ઈચ્છાવાળાઓએ જે કાલે જે યોગ્ય હોય, તે આપવું જોઈએ. (૬૨૫) ૧ ૨૫. For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy