SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सम्यग्दर्शनयुक्तानां प्रशस्यपरिणामतः । अल्पोऽस्ति कर्मणां बन्धो जायते निर्जरा भृशम् ॥६१६ ॥ સમ્યગ્દર્શનવાળાઓને પ્રશસ્ય અર્થાત્ શુભ અને શુદ્ધ પરિણામથી કર્મોનો બંધ અલ્પ થાય છે અને ઘણી કર્મ નિર્જરા થાય છે. (૬૧૬) स्वल्पदोषमहाधर्मं विज्ञाय सर्वकर्मसु । सम्यग्दर्शनीजैनानां वर्तनञ्च भवेत् सदा ॥६१७ ॥ સદા સ્વલ્પ દોષ અને મહાન ધર્મ જાણીને સમ્યગ્દર્શનવાળા જૈનોની સર્વકાર્યોમાં પ્રવૃત્તિ થાય છે. (૬૧૭) त्यागिनाञ्च गृहस्थानां सम्यग्दर्शनधारिणाम् । आत्मोपयोगिनां सर्वाः प्रवृत्तयश्च मुक्तये ॥६१८ ॥ સમ્યગ્દર્શનને ધારણ કરનારા અને આત્મોપયોગવાળા ત્યાગી અને ગૃહસ્થોની સર્વ પ્રવૃત્તિઓ મુક્તિને માટે થાય છે. (....સમીતિની સહુ કરણી, મોક્ષ મહેલની નિસરણી....) (૬૧૮) सम्यग्दर्शनयुक्तानां पारम्पर्येण मुक्तये। गार्हस्थ्ययोग्यकर्माणि भवन्त्यात्मोपयोगिनाम्॥६१९ ।। સમ્યગ્દર્શન યુક્ત આત્મોપયોગવાળાઓનાં ગૃહસ્થપણાને યોગ્ય કાર્યો પણ પરંપરાએ મુક્તિને માટે થાય છે. (૬૧૯). पञ्चवर्णीयमृद्धोक्ता शङ्खः स्वपरिणामतः । स्वयं श्वेतो भवेन्नूनं तथा सम्यक्ववान् जनः ॥६२० ॥ પાંચ રંગવાળી માટીને ખાનાર શંખ ખરેખર પોતાના પરિણામથી સ્વયં શ્વેત થાય છે, તેવી જ રીતે સમ્યત્વવાળો મનુષ્ય પાંચ ઈન્દ્રિયોના ભોગ ભોગવવા છતાં પણ પોતાના આત્મ પરિણામથી શુદ્ધ થાય છે. (૬૨૦) ૧ ૨૪ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy