________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૫ એટલે તે કરેલે દેખાવ તેનેજ હાંસીપાત્ર બનાવે છે. માટે આડંબર ઘણે ન કરતાં જે સ્થિતિ હોય તે પ્રમાણે વર્તન રાખવું હિતકર છે. આડંબર કરવાથી કાંઈ આચરણમાં તફાવત પડતું નથી. પરંતુ જે ગુણે હેય તે ઘટી જાય છે અને આગળ વધાતું નથી.
એક મુસલમાન બલવામાં હુશીઆર હતું અને બહારથી દયાળુ હેવાને દેખાવ કરતે જીવ દયાની સંસ્થાએ તેને દયા કરવાના ભાષણ માટે સારે પગાર આપીને રાખે; આ મુસલમાન “પ્રાણુઓની દયા કરીને તેઓને ઘાત કરે નહી, જેમ આપણે આત્મા આપણને વહાલે છે તેમ પ્રાણીઓને તેમનો આત્મા વહાલે હોય છે. જેમ આપણને સુખ પ્રિય છે અને દુખ અપ્રિય છે તેમ પશુ પંખીઓને પણ સુખ પ્રિય હોય છે અને દુઃખ અપ્રિય હોય છે; આપણને દુઃખ થાય ત્યારે વચન વડે પિકારીને કહી શકીયે છીએ, પણ પશુ પ્રાણુઓને દુઃખને જણાવવા પુરતી વાચા મળી નથી તેથી અણુબેલ્યા પ્રાણીઓને ઘાત કર પીડાએ ઉત્પન્ન કરવી તે સજજનેનું કર્તવ્ય નથી. પણ તેઓના ઉપર કરણ લાવીને રક્ષણ કરવું તે સાચે ધર્મ છે અને તેઓનું રક્ષણ કરવાથી આપણું રક્ષણ થાય છે. દયા કરવાથી પુણ્ય વધે છે. પુણ્યાધારે સારા પ્રમાણમાં અનુકૂળતા રહે છે–આ પ્રમાણે ભાષણ કરે છે તે વખતે ઉનાળાના દિવસો હતા, તેથી મુખે પરસે થયે. મુખના પરસેવાને સાફ કરવા ખીસ્સામાંથી રૂમાલ બહાર કાઢતાં રૂમાલમાંથી કુકડીના ઈડાઓ નીચે પડયાં તે જોઈ શ્રોત વર્ગ તેની હાંસી કરવા લાગ્યો કે, વાહ વાહ મીયાભાઈ ! ભાષણ તે દયાના ઉપર સારું કરે છે અને
For Private And Personal Use Only