________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૭ કરવા જોઈએ-પછી જે નિમિત્ત મળે તે સદ્ધ થાય છે. આત્માની નબળાઈથી સારા નિમિત્તો મળ્યાં હોય તે પણ યથાર્થ લાભ લઈ શકાતું નથી. ઉન્નતિના સાધને અવનતિના બને છે. માટે આત્માની નબળાઈને દૂર કરવા માટે વ્રત નિયમાદિકની આવશ્યકતા રહેલી છે. જો કે નિમિત્ત, કાર્ય સાધી આપતું નથી પરંતુ સહકાર તે જરૂર આપે છે. સારા માત પિતા-સદ્ગુરુ–સદુધર્મ-સુદેવ વિગેરેના સારા સહકારથી નાના બાલકે સંસ્કારવાસિત બની સંસ્કારી બને છે. માટે આત્મશકિતને સાધી સારા નિમિત્તોના આધારે કર્મબંધથી બધાએલ અને દબાઈ રહેલ આત્માને મુક્ત કરીને અનંત સુખને પ્રાપ્ત કરે.
૩૧૮. દેવ દર્શન-ગુરુદેવનું વ્યાખ્યાન મરણ તેમજ વ્રત-નિયમ–આત્મનિરીક્ષણ, પરિણામની નિર્મલતા, ધર્મધ્યાનાદિક આ સર્વે સારા સાધને છે માટે મનુષ્ય જન્મ પામી આત્મશક્તિ વધે તે માટે તન-મનને વશ કરવાની ખાસ જરૂર છે. આ વિના આત્મવિકાસ કદાપિ સધાવાને નથી, અને સધાશે પણ નહી. આમ સમજી, વ્રત નિયમાદિક વિના કદાપિ છૂટા રહેવું નહીં. કાબુમાં નહી રહેલો અગ્નિ જેમ પાસે રહેલને
સમીભૂત કરે છે, તે પ્રમાણે કબજામાં નહી રહેલી ઈન્દ્રિ આત્મશક્તિને નષ્ટ કરે છે. - ૩૧૯, જગતમાં સનમાર્ગ દર્શકે તેમજ ઉન્માર્ગ દર્શકે પણ રહેલા છે. સન્માર્ગ દર્શકની દલીલેને તેડી પાડનાર ઉન્માર્ગ દર્શકે હેય છે, પણ આત્મવિકાસવાળા આત્મશક્તિમાન મહાશયે ઉન્માર્ગ દર્શકના કથનને બીસ્કુલ માનતા
For Private And Personal Use Only