SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૩) ગોતણું વાદે વિષે તું મૌનધારી મહાલ, સાપેક્ષદષ્ટિ દેખીને સાચા હૃદયથી ચાલતે; ચર્ચા કરે ઝઘડા કરે તેના ઉપર કરૂણું વહે, આત્માર્થની ઈચ્છા ઘણી તકરારથી ત્યારે રહે. તું ભેદના ભડકાવિષે જવલત નહીં સમતા ધરી, આવે ઉદયમાં કર્મ તે સમભાવથી વેદે વળી; જિનદેવની ભક્તિવિષે તન્મય બની ગાતો ફરે, નિર્જનપ્રદેશે જાઈને નિજ આત્માનું ધ્યાનજ ધરે. તું ઘોર જંગલમાં રહી પરમાત્મના ધ્યાને વહી, વીતાવતો કાલજ ઘણે ઉપસર્ગ દુને સહી; જીવ્યાતણી ઈચ્છા નથી તે શાન્તરસ અંતર લડ્યો, ખેલે હૃદયના ખેલને તે ખેલમાં ઈશ્વર રહે. જે ભેદથી ખેદજ થતો એ ભેદને હે ના વહ્યો, નિજ આત્મભાવે સર્વને દેખી અભેદી શૈ રહ્યો; ચાખી ખરી અનુભવસુધા, જતાં જરીએ નહિ મણું, શુભચિત્તમાંહી ઊછળે આનન્દકલ્લોલ ઘણું. ઉન્મત્ત એ મૂઢે કહે તું દેખતે અલ્પે ખરે, દુનિયા બિચારી બાવરી તુજ દિલ દેખે ક્યાં અરે; હારા હૃદયના તારમાં ભણકાર પ્રભુના નામના, એ નામ સહ નામનું ભાષા પરા જ્યાં કામ ના. ભાષા ભણુને પંડિતો ભાષાવિષે ઝઘડા કરે, ચર્ચા કરે ખેદજ કરે માની બની ફરતા ફરે; એ શાબ્દિકની વાણુમાં આનન્દ રસ નહિ જામીઓ, એ શબ્દથી ન્યારે ખર આનન્દરસ તું પામીએ. ગ્ર ભણુને તર્કના એ તર્કથી કર્કશ બન્યા, એ તર્કના ઝઘડાવિષે મમતા અને માનજ ભણ્યા; એ તર્કમાંહિ શુષ્કતા ભય ખેદને શંકા ઘણી, એ તર્કની ગતિ જ્યાં નહિ આનંદરસ લીધે છણી. ભેદજ ઘણું ગીતણું જે બુદ્ધિ નાના કલ્પતા, થાપી અહે નિજ માન્યતા પરમાન્યતા ઉત્થાપતા; સૂરિ કરે શાસ્ત્રાર્થને સંપી રહે ના નેમથી, કલિકાલમાં એ દેખીને તે સાર લીધો પ્રેમથી. ૨૭ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy