________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાનુડો ન જાણે મારી પ્રીત. એ રાગ, કર તું શ્વાસોશ્વાસે જાપ, તત્ર સ્વરૂપને હંસારે લક્ષ્ય વૃતિ કારી, સ્થિરતા ઉપગે ધારી, રમજો રે સુખ ભરપૂર, સાચે આતમદેવારે. કરતું૦ ૧ જેને માગે તે આપે, દુખડાં ક્ષણમાંહિ કાપે, શકિત અનતિને દાતાર, હરિહર બ્રહ્મા પિતેરે,
કરતું. ૨ શુભે શાતાને ભેગી, અશુભ અશાતા યોગી, શુદ્ધ સ્વભાવે નિજ ગુણ ભેગ, કયાં તું પરમાં ગોતેરે ક૦ ૩ ભકિત પ્રીતિથી સેવે, પરમાતમ પદને દેવે, ધ્યાતા બેય સ્વરૂપે આપ, યાને હદયે ધારે, કરતું ૦ ૪ અતર આતમ આરાધો. કારણથી કારજ સાધે, બુદ્ધિસાગર શિવસુખ લહેર, પ્રગટે દીલમાં ભારી. કરતું પ
સાણંદ,
કાનુડે ન જાણે મારી પ્રીતી –એ રાગ આતમ નિજ ઘરમાં તું આવ, સમજણ સત્ય વિચારીરે આતમ પરઘર રમતાં તું દુ:ખી. કબહુ ન થઇ સુખી, વેઠયા દુઃખડાં વારંવાર, કુમતિ સગે ભારીરે, આતમ ૧ બહિરાતમ યોગે ભારી, અંતર રૂદ્ધિને હારી, કર્મ પિજરમાં પડિ પેખ, સુરતા સર્વ વિસારીરે, આતમ- ૨
For Private And Personal Use Only