________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ
૪૩. અલખ નિરંજન આતમ તિ, સંતો તેહનું ધ્યાન ધરે; આરે કાયા ઘટ આતમ હીરે, ભૂલી કયાં
ભવમાંહી ફરે અલ૦ ૧. ધ્યાન ધારણ આતમ પદની, કરતાં ભ્રમણ મીટ જાવે, આત્મતત્વની શ્રદ્ધા હવે, અનહદ આનંદ મન થાવે, અલ૦ ૨ વિષયારસ વિષ સરખે લાગે, ચેન પડે નહીં સંસારે; જીવન મરણ પણ સરખું લાગે, આતમ પદ ચિહે ત્યારે,
અલ૦ ૩
હલકે નહીં ભારે આ આતમ, કેવળ જ્ઞાન તણે દરીયે; બુદ્ધિસાગર પામતાં, તે ભવસાગર ક્ષણમાં તરી, અલ૦ ૪
મહેસાણું,
પદ,
અંતરના આપાનેરે, વ્હાલા દુઃખ પાય છે. નિરંજન સેવેરે કડાકૂટ જાય છે; ક્યાંથી આવ્યોને કયાં જાઈસ, શાથી જગ જન્માય, તારૂ કણને છે તું કે, મારીને કયાં તું જાય, અંતરના વિચારેરે, સમજણ સહાય છે. અંતરે ૧ ડહાપણ તારૂ શું દુનીયામાં, જુઠી સ્વાર્થ સગાઈ ભલા ભલા પણ મૂકી ચાલ્યા, આવે ન સાથે કાંઇ, જલમાંના પરપોટા, જેવી એહ કાય છે. અંતર૦ ૨ જગની માયા દુઃખની છાયા, કર નહિ ત્યાં વિશ્રામ, ફળ કિસ્પાકના સરખું સુખ ત્યાં, કેવલ દુઃખનું ધામ, જોઈને તમે જરે, ભેળ જન ભરમાય છે. અંતર૦ ૩
For Private And Personal Use Only