________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમે યોગાભ્યાસ કરીને, જીવ શિવરૂપતા પારે, હેજી, બુદ્ધિસાગર સમજે તેને, ભવ ભ્રમણ દુર જાવે. ઘટ
શાંન્તિ: રૂ. (ઇડર)
૩
પદ (રાગ ધીરાની કાફીને)
અનુભવી આવોરે, અનુભવ વાત કરે, માયાની ભૂલ ભાગીરે, દેખાડે શિવ માર્ગ ખરે; ચરમ નયણથી મારગ જોતાં, મારગ ના હાથ, બાહિર નયણે મારગ જોતાં, ભર્યો ત્રિભુવન નાથે. માયાની મોજ મારરે, તેને હવે અપહરે. અનુભવી ૧ ભલ્યો ખુલ્ય ભવમાં ભારે, ખરે દીવસ અંધાર અંધારે અથડાણે જ્યાં ત્યાં, લાખ ચોરાશી મજાર; આડે અવળે રે, વીનતડી દીલ ધરે, અનુભવી. ૨ ખાવું પીવું મન નવી ભાવે, સમજું તો પણ મૂક, મુજ મન કેઇ ન તુમ વિણ જાણે, એ અંતરનું ગુઢ; ગયા હાંકી ગાયેરે, કારજ મુજ કેન સર્યા. અનુભવી ૩
જ્યાં ત્યાં જઈ પૂછું તુજને, વીરલા જાણે તુજ. તુજ વિણ મંદિર શુનું લાગે, પાડે ન કઈ જન સુજ; કુગુરૂએ ઘેરે, અને હું લડથશે. અનુભવી. ૪. અનુભવીએ અનુભવ આપે, અંતર નયણે દેખ, બુદ્ધિસાગર અગમ પન્થમાં, સરખા આતમ લેખ; સદ્દગુરૂના સગેરે, મુકિત સુખ સહેજે વરે. અનુભવી ૫
પેથાપુર
અફાની અથડાણ, સાચ નવી સમજી શકે પિતાની હઠ પકડીરે, મન માને તેવું બને.
અજ્ઞાની
For Private And Personal Use Only