SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેના ઇતિહાસ પ અને તેની બાખૂબ કદર કરી શકતા. કોઇ પણ મુલે કળાની ઉત્તમ ચીજ હાથ કરવા તે આગ્રહ રાખતા અને તે માટે ભારેમાં ભારે કિંમત આપતે. શહેનશાહ જહાંગીરના દરબારી ચિત્રકારે પૈકી સતાદ સાલિવાહન નામના એક ચિત્રકારની જૈન ધર્મના પ્રસંગાની બે સુંદર કૃતિઓ મળી આવી છે, જેમાંની એક કૃતિ (જૈનાચાર્ય શ્રીવિજયસેનસૂરિ ઉપર આગ્રાના સંઘે સંવત ૧૬૬૭ના કાર્તિક સુદી ખીજ ને સેામવારના રોજ મેાકલાવેલા વિજ્ઞપ્તિપત્ર)માં, ઉપાધ્યાય શ્રી વિવેકર્ષ ર્ગાએ સંવત ૧૬૬૬ની સાલમાં આગ્રામાં ચાતુર્માસ કર્યાં અને રાજા રામદાસંદ દ્વારા જહાંગીર બાદશાહને મળીને પેાતાની વિદ્વત્તા તથા શાંતવૃત્તિથી તેને સંતુષ્ટ કરી તેની પાસેથી તે સાલમાં તેના રાજ્યમાં પર્યુષણાના દિવસોમાં હિંસા થવા ન પામે તેવું ફરમાન બહાર પડાલ્યું તેનું આલેખન છે. મહાપાધ્યાયના આવા સુકૃત્યથી આગ્રાના જૈન સંઘને ઘણા આનંદ થયા હતા અને તેમણે પોતાના એ આનંદને ગચ્છપતિ આચાર્ય, કે જે તે વખતે દેવપાટણ (પ્રભાસ પાટણ)માં ચાતુર્માસ રહેલા હતા તેમની આગળ પ્રકટ કરવા માટે આ ઉત્તમ ચિત્રકાર પાસે તે પ્રસંગને લગતું સુંદર અને ભાવદર્શક ઉપલું ચિત્રપટ તૈયાર કરાવી સાંવત્સરિક ક્ષમાપનાના પત્રરૂપે તેમની ઉપર મેાકલાવ્યું હતું. આ ચિત્રપટમાં મહાપાધ્યાય વિવેકર્ષણ કેવી રીતે રાન રામદાસને સાથે લઈ જહાંગીર બાદશાહ પાસે ફરમાન મેળવવા માટે જાય છે, અને ક્માન મળ્યા પછી કેવી રીતે ઉપાધ્યાયના એ શિષ્યા બાદશાહી નાકરેને સાથે લઈ આગ્રા શહેરમાં જાતે તે બાબતને ઢંઢે પીટાવતા કરે છે વગેરે દશ્યો બહુ સુંદર રીતે ચીતરેલાં છે. ચિત્રના એક ભાગમાં શ્રીવિજયસેનસરની વ્યાખ્યાનસભા પણ ચીતરેલી છે અને તેમાં શ્રાવલેકર્ષર્માણ જાતે એ ક્માનપત્ર લઈ આચાર્યની સેવામાં સમર્પિત કરી રહ્યાના દેખાવ પણ આલેખેલે છે. આ ચિત્રમાં આલેખેલી આકૃતિએ બહુ સ્પષ્ટ અને તાદશ છે. દરેક મુખ્ય આકૃતિ ઉપર તેનું નામ કાળી શાહીથી લખેલું છે. ચિત્રની મહત્તા એટલા ઉપરથી જ સમજાશે કે તે ખુદ આદશાહી ચિત્રકાર સાલિવાહનની પીછીથી આલેખાએલું છે. એ બાબતને એ પત્રમાં જ આ પ્રમાણે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉસ્તાદ માલીવાહન બાદશાહી ચિત્રકાર છે, તેણે તે સમયે જોયા તેવા જ આમાં ભાવ રાખ્યા છે.' આ ઉપરથી, આ સચિત્ર પત્રની ઐતિહાસિક મહત્તા કેટલી વિશેષ છે તે દરેક વિદ્વાન સમજી શકે તેમ છે. પહેલાં આ ચિત્રપટ સ્વર્ગસ્થ મુનિમહારાજ શ્રીોંોવજયજીના વાદરાના જ્ઞાનમંદિરમાં હતેા અને તેના ઉપરથી શ્રીયુત જિનવિજયજીએ ‘વિજયસેનસૂરિને આમાના સંઘે મેાકલેલેા ચિત્ર સાંવરિક પત્ર' એ નામના એક લેખ ઇ.સ. ૧૯૨૨માં લખ્યા હતા,૪૮ જેને મુખ્ય આધાર લઇને શ્રી એન. સી. મહેતાએ પેાતાના The Studies in Indian Painting નામના પુસ્તકમાં ચિત્રા સાથે પાન ૬૯ થી ૭૩માં સાતમું પ્રકરણ A Painted Epistle by Ustad Salivahana નામનું ઈ.સ. ૧૯૨૬માં લખ્યું હતું. મને અત્રે જાણાવતાં દિલગીરી થાય છે કે આ ચિત્રપટ પણ, ૪૮ ટિપ્પણી ૧ કેમ નં. ૧,
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy