SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ જૈન ચિત્રકટુપમ એટલે તેમણે પણ જેસલમીરના શાસ્ત્રસંગ્રહને ઉદ્ધાર કરવાનો નિશ્ચય કર્યો. અનેક સારા સારા લેખકે તે કામ માટે રોકવામાં આવ્યા અને તેઓની મારફતે તાડપત્ર ઉપરથી કાગળ પર ગ્રંથની નકલો કરાવવાની શરૂઆત થઈ. જિનભદ્રસૂરિ પોતે જાતે જુદાજુદા પ્રદેશમાં ફરી શ્રાવને શાસ્ત્રોહારનો સતત ઉપદેશ આપવા લાગ્યા. આ રીતે સંવત ૧૪૭પ થી સંવત ૧૫૧૫ સુધીનાં ચાળીસ વમાં હજાર-બ૯ લાખ ગ્રંથ તેઓના ઉપદેશથી લખાવવામાં આવ્યા અને તેને જુદાજુદા ઠેકાણે રાખીને અનેક નવાનવા ભંડારો સ્થાપવામાં આવ્યા. પિતાના ઉપદેશથી તેમણે આવા કેટલા ભંડારો તૈયાર ર્યા-કરાવ્યા તેની પૂરી સંખ્યા જાણવામાં આવી નથી. મુગલ કળા મુગલ કાળાના૪૭ ઉદયની સાથે જ ગુજરાતની નાશિત કળા, કળાના વિશિષ્ટ રૂપે પિતાનું સ્થાન ગુમાવી બેઠી. જોકે તે સમયને પણ કેટલાક નમૂનાઓ તે મળી આવે છે, પરંતુ તે ગણ્યાગાંઠયા જ, ઇ. સ. ૧૫૨૨માં બાબરે હિંદ ઉપર સવારી કરી. બાબર અને તેની પછીના મુગલ શહેનશાહના સમયમાં હિંદમાં જે કળા ઉછરી અને વિકસી તે મુગલ કળાને નામે ઓળખાય છે. તેના સંસ્કારનું મૂળ, તૈમુરના સમયથી હિંદમાં ઉતરી આવતા મુગલેની સાથેના ઇરાની કળાના સંસ્કારમાં રહેલું છે. ઇસ્લામ ધર્મના કાનનોએ માનવ આકૃતિ ચીતરનારને માટે નું ફરમાન કર્યા છે; છતાં કળાની વેલ તે સદા યે પાંગરતી જ રહી છે. માનવ આકૃતિ ચીતરવાના એ નિધેિ કલાશક્તિને બીમાં રૂપમાં વાળી અને વિવિધ આકૃતિરૂપ તથા શોભ-આલેખનોમાં તેઓએ અસાધારણ પ્રાવીણ્ય મેળવ્યું. શહેનશાહ અકબરે ચિત્રકળા પાછળ ખૂબ ખર્ચ રાખ્યો હતો. દેશવિદેશના હિંદુ અને મુસલમાન કળાકારેને તેના તરફથી માન, શિરપાવ કે ઈનામ મળ્યાં જ કરતાં અને કળાના ઉસ્તાદને મનસબદાર અથવા અમીર-ઉમરાવ જેવા ગણવામાં આવતા. અકબરશાહના અંત સમયે તેના દરબારમાં એકસો ઉપરાંત નામીચા ચિત્રકારો હતા, જેમાંના કેટલાકને તે ઉમરાવની પદવીઓ મળી હતી. અકબરની આ નીતિમાં કળાપ્રેમ તો છે જ; સાથે થોડે અંશે આત્મગૌરવ અને સ્વકથા અમર રાખવાની ઇચ્છા પણ પ્રેરક થઈ હોય એમ લાગે છે. પણ મુગલ ચિત્રકળાને પૂરા રંગમાં ખીલવવાનું ભાન તે જહાંગીરને જ ઘટે છે. ચિત્રકળા તેની લાડીલી જ હતી અને તેને સર્વગે વિકસિત કરવામાં તેણે પૂરી ઉદારતા વાપરી છે. તે શાહી ચિતારાઓની કુશળતા પર હમેશાં ગુમાને રાખતો. એ તો એ જમાનાને ખરેખર રસ ભોગી ઇવ હતો. કળાના મળી આવે તેટલા ઉત્તમ નમૂના તે સંઘરતો, કારીગરીની બારીકી તે સમજ ૪૭ “કુમાર' માસિકના વર ના એક ૧૦મામાં આવેલા મુગલ કાળા’ ઉપરના શ્રી રવિશંકર રાવળના લેખમાંથી મુખ્ય આધાર મેં આ લેખ માટે લીધો છે.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy