SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ચિત્રકઃપકુમ સંવત ૧૪૯ની સાલના પચતીથી ટ’ની માફક, બંડારના ટ્રસ્ટીઓને પાછો સોંપવામાં આવ્યો નથી. ધન્ના સાલિભદ્ર રાસ ઉપરોક્ત ઉસ્તાદ રશાલિવાહનની પછીથી જ સંવત ૧૬૮૧માં લખાએલ મેતિસાર વિરચિત “ધન્ના સાલિભદ્ર રાસ’નાં ૩૯ ચિત્ર પકીન ચાર ચિત્રે પ્રસ્તુત ગ્રંથમાં રજુ કરવામાં આવ્યાં છે. આ રાસ કલકત્તા નિવાસી બાબુ બહાદુરસિંહજી સિંધીના સંગ્રહમાં છે. તે શ્રીયુત જિનવિજયજી દ્વારા જ મારા જોવામાં આવ્યો હતો અને તેઓની જ સહાનુભૂતિથી હું અત્રે રજુ કરી શક છું. ઉસ્તાદ સલિવાહનની આ બે કૃતિઓ સિવાય બીજી એક પણ કૃતિ હજુ જાહેરમાં આવી નથી. આ બંને કૃતિઓ સિવાય એક અજ્ઞાત ચિત્રકારની મુગલ કળાના સમય દરમ્યાનની સંગ્રહણી સૂત્રની પ્રતનાં દસ ચિત્ર પણ પ્રસ્તુત ગ્રંથમાં રજુ કરવામાં આવ્યાં છે. વળી એક “આકાશ પુરુ'નું ચિત્ર મુનિ મહારાજ શ્રીઅમરવિજયજી તરફથી મને મળેલું તે પણ અત્રે રજુ કર્યું છે. મુગલ કળા વિશે મારી પહેલાંના ઘણા વિદ્વાન કળવિવેચકોએ પોતાનાં મંતવ્ય જગત સમક્ષ રજુ કરેલાં છે, એટલે તે સંબંધે વધુ વિવેચન નહિ કરતાં આ પ્રકરણ અત્રે જ સમાપ્ત કરું છું. મુગલ સમય પછીના જેન ચિર મુગલ કળાના સમય દરમ્યાનમાં જૈન ચિત્રે વિષે આપણે ચર્ચા કરી ગયા. હવે તે પછીના જૈનાશ્રિત કળાના નમૂનાઓ જે આ ગ્રંથમાં રજુ કરવામાં આવ્યા છે તે નીચે પ્રમાણે છે: લગભગ સત્તરમી સદીની રાજપુત કળાની “ધજા સાલિભદ્ર રાસ’ની પ્રત મધ્યેનું એક ચિત્ર મારા પોતાના સંગ્રહમાંથી અત્રે રજુ કરવામાં આવ્યું છે, તેના પછી સંવત ૧૮૯૫ની અમદાવાદમાં લખાએલી “શ્રીપાલ રાસની માંથી કેટલાંક ચિત્રો આપવામાં આવ્યાં છે. આ ચિત્રો પૈકી વહાણનાં ચિત્રો ગુજરાતના વહાણવટાના ઇતિહાસ માટે ઘણી જ મહત્વની હકીકત પૂરી પાડી શકે તેમ છે, અને તે ઉપરથી ઓગણીસમી સદીમાં પણ ગુજરાતના વહાણવટીઓ કેવાં વહાણે બાંધી શકતા હતા તે આપણે જાણી શકીએ છીએ. તે પછી છેવટે મારા સંગ્રહમાંથી કામશાસ્ત્રના વિષયને લગતું “ચંદ્રકલાનું એક ચિત્ર તથા પાટણનિવાસી સ્વર્ગસ્થ યતિવર્ય શ્રી હિંમતવિજયજીએ પોતાના સ્વહસ્તે ચીતરેલું “શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી, તેના બે શિખ્યો તથા પરમાર્હત કુમારપાળ અને મંત્રી ઉદયન’નું એક ત્રિરંગી ચિત્ર વાચકોની જાણ સારૂ રજુ કરીને, બારમા સૈકાથી માંડી છેક વીસમી સદીના મધ્ય સમય સુધીની ગુજરાતની જીવાશ્રિત કળા'ને ઇતિહાસ જગત સમક્ષ રજુ કરવાનો મેં પ્રયત્ન કરેલ છે, તેની સફળતા-અસફળતાનો આધાર તેને ગુજરાતી પ્રજા તરફથી મળતા આવકાર ઉપર રહેલો છે. અંતમાં, મારા આ ક્ષુદ્ર પ્રયત્નથી ગુજરાતી પ્રજ, તેમાં યે મુખ્યત્વે જૈન પ્રજા, પિતાના નાશ પામતા કિંમતી કળાના અવશેષો સાચવવા કટિબદ્ધ થઈને પૂર્વે થઈ ગએલા મહાપુરુષોની અમૂહય કૃતિઓનું સંરક્ષણ તથા તેને પ્રચાર કરવા ઉજમાળ થશે તો મારી તથા મારા સાથીદારોની આ સંગ્રહ પ્રગટ કરવાની મહેનત સફળ થઈ માનીશ. સારાભાઈ મ. નામ
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy