SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ ગુજરાતની જેનાશ્રિત કળા અને તેને ઈતિહાસ ગુજરાતની તાડપત્રની પ્રાચીન કળા તાડપત્રનો સમય [ઇ. સ. ૧૧૦૦ (અગર તેનાથી પ્રાચીન)થી ઈ. સ. ૧૪૦૦ સુધી) ગુજરાતની પ્રાચીન તાડપત્રની કળાને આપણે બે વિભાગમાં વહેંચી નાખી છે. અગાઉ આપણે જોઈ ગયા કે “પાટણના ગૂર્જર રાજ્યની સ્થાપના મુખ્યત્વે જૈનેના સહકારથી થએલી છે. જન ધર્મ તથા જન શ્રમણાને મળતા રાજ્યાશ્રયથી દસમાથી તેરમા શતક સુધીમાં જૈન શ્રમણોએ ગુજરાતના પાટનગરમાં તથા અન્ય સ્થળોએ રહીને ઘણું અગત્યના ગ્રંથો રચીને ગુજરાતનું સાહિત્ય ઉત્પન્ન કરેલું છે. જૈન શ્રમણોએ રચેલું સાહિત્ય બાદ કરીએ તે ગુજરાતનું સાહિત્ય અત્યંત સુદ્ર દેખાશે. સાહિત્યપ્રવૃત્તિ પુસ્તકેના સંગ્રહ વગર અશષ્ય છે અને તેથી જ જેનેએ પિતાના ધાર્મિક સાહિત્ય ઉપરાંત બોદ્ધ તથા બ્રાહ્મણ ગ્રંથો પાટણ, ખંભાત, જેસલમીર વગેરેનાં સ્થળાએ આવેલા જ્ઞાનભંડારોમાં સંગ્રહેલા હતા; અને આ ભંડારોના લીધે જ બૌદ્ધો તથા બ્રાહ્મણને પ્રાચીન ગ્રંથો, જે કોઈ પણ ઠેકાણેથી મળે નહિ તેવા, આજે ઉપલબ્ધ થએલા છે.” ગુજરાતના મહારાજા સિદ્ધરાજ જયસિહદેવ કે કુમારપાળ પહેલાં જૈન ગ્રંથભંડાર હતા કે નહિ અને હતા તે કયાં હતા તેની આજે માહિતી મળી શકતી નથી; છતાં જૈન ગ્રંથો તે છેક વિક્રમની છઠ્ઠી સદીમાં લખાયા હતા (દેવર્કિંગણિ ક્ષમાશ્રમના સમયમાં) એ નિર્વિવાદ છે; અને પછીથી ભારત પર અનેક વિદેશી હુમલાઓ થયા હતા તેથી, તેમજ છઠ્ઠા, સાતમા ને આઠમા સૈકામાં બૌદ્ધોનું જામેલું જોર, કુમારિક ભટ્ટ અને ત્યારપછી શંકરાચાર્યને ઉદ્ભવ, સને ૧૨માં આરબેનું સિંધ દેશનું જીતી લેવું વગેરે અનેક કારણોથી અગ્નિ, જલ અને જંતુઓના ઉપદ્રવને વશ થઈ તે ઘણે ભાગે નાશ થયા હતા. વિ. સં. ૯૨૭માં લખાએલી કલ્પસૂત્રની પ્રત ઉપરથી વિ. સં. ૧૪ર૭માં નકલ કરાએલી તાડપત્રની એક પ્રત અમદાવાદમાં ઉજમફાઈની ધર્મશાળાના ગ્રંથભંડારમાં આવેલી છે. ત્યાર પછી ગુર્જરેશ્વર કુમારપાળે' એકવીસ* અને ધોળકીના ૨ાણુ વીરધવલના પ્રસિદ્ધ મંત્રી વસ્તુપા કરોડના ખર્ચે મોટા ત્રણ ભંડારે સ્થાપેલા હતા. પરંતુ અત્યંત દિલગીરીની વાત છે કે આ મહત્વના ગ્રંથભંડારો પૈકીનું એક પણ પુસ્તક આજે પાટણના ભંડારોમાં જોવામાં નથી આવતું. આના કારણમાં ઉતરતાં જણાય છે કે કુમારપાળની ગાદીએ આવનાર અજયપાલ ને અને જૈન ધર્મને એટલો બધો દેશી બન્યું હતું કે જૈન સાહિત્યનો નાશ કરવામાં તેણે પોતાનાથી બનતી બધી કોશિષ કરી હતી. આથી ઉદયન નામના જૈન મંત્રીના પુત્ર આમ્રભટ્ટ નથી બીજાઓ તે સમયે પાટણથી કંથભંડાર ખસેડી જેસલમીર લઈ ગયા હતા. જેસલમીરના ગ્રંથભંડારો ભચ્ચેની તાડપત્રની પ્રત મુખ્યત્વે પાટણની જ છે.” પ્રાચીન તાડપત્રની કળાને પ્રથમ વિભાગ [વિ. સં. ૧૫૭ થી ૧૩૫૬ સુધી) તાડપત્રની ચિત્ર વગરની જૂનામાં જૂની પ્રત વિ.સં. ૧૧૩૯માં લખાએલી મળી આવી છે, અને ૩૪ કુમારપાલ પ્રબંધ ભાષાંતર. પા. ૯૬-૯૭.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy