SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ચિત્રક૯પદ્રમ મળી આવેલા જૂનામાં જૂના ચિત્રોના નમૂનાઓ વેતાંબર સંપ્રદાયની ‘નિશીથચૂર્ણની પ્રતમાં કે જે પ્રત પાટણના સંઘવીના પાડાના ભંડારમાં વિ.સં. ૧૧૫૭ (ઈ.સ. ૧૧૯૦)માં ગુજરાતના પ્રાચીન બંદર ભગુકચ્છ (ભરૂચ)માં લખાએલી મળી આવી છે. (લેખન વિ. ચિ. નં. ૧૨-૧૩). પછી ખંભાતના શાંતિનાથ ભંડારમાં આવેલી “જ્ઞાતા અને બીજા ત્રણ અંગસૂત્ર'ની ટીકાવાળી પ્રતમાં બે ચિત્રો મળી આવ્યાં છે (ચિત્ર નં. ૮-૯) જેની તારીખ વિ.સં. ૧૧૮૪ (ઈ.સ. ૧૧૨૭) છે. આ બંને પ્રત ગુજરાતના પ્રથમ મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવના રાજ્ય અમલ દરમ્યાન લખાએલી છે. ત્યાર પછી બે પ્રત ગૂર્જરેશ્વર કુમારપાળના રાજ્ય અમલ દરમ્યાનની મળી આવી છે. આ બે પ્રત પૈકીની એક ખંભાતના ઉપરોક્ત ભંડારમાંથી મળી આવી છે, જેને લખ્યા સંવત ૧૨૦૦ છે. કુમારપાળના રાજારહણનો સંવત ૧૧૯૯ ઇતિહાસપ્રસિદ્ધ છે. રાજ્યારોહણના બીજા જ વર્ષે લખાએલી આ પ્રતને છેલા પાના ઉપર એક ચિત્રમાં ત્રણ વ્યક્તિઓ ચીતરેલી છે, (ચિત્ર નં. ૧૦-૧૧) જેમાં બે જૈન શ્રમણોની અને એક બે હાથની અંજલિ જોડીને ઉભેલી ગૃહસ્થની પ્રતિકૃતિ છે. મારી માન્યતા પ્રમાણે આ પ્રતિકૃતિઓ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિ તથા તેમના શિષ્ય શ્રી મહેન્દ્રસૂરિની અને ઊભી રહેલી ગૃહસ્થની પ્રતિકૃતિ તે કુમારપાળની હોય એમ લાગે છે. બીજી પ્રત વિ. સં. ૧૨૧૮માં લખાએલી ઘનિર્યુકિત તથા બીજા છ ગ્રંથની છે. આ પ્રત વડોદરાથી ચાર જ માઈલ દૂર આવેલા વડેદરા રાજ્યના તાબાના છાણી ગામના જૈન ગ્રંથભંડારમાંથી મળી આવી છે. આ પ્રતિમાનાં સેળ વિદ્યાદેવી, સરસ્વતી, લક્ષ્મી, અંબિકા તથા કપર્દિ અને અને બ્રહ્મશાંતિયાનાં કુલ મળી એકવીસ ચિત્રો જૈન મૂર્તિવિધાન શાસ્ત્રની દષ્ટિએ ઘણું જ મહત્ત્વનાં છે. (ચિત્ર નં. ૧૬ થી ૩૬ અને ૩૮થી ૪૨). આના પછી. સંવત ૧૨૯૪માં લખાએલી ‘ત્રિષડી શલાકા પુરૂષચરિત્રના દસમા પર્વની પ્રતમાં આવેલાં છેલ્લાં ત્રણ ચિત્રાનો વારો આવે છે (ચિત્ર નં. ૧૨ થી ૧૪). આ ચિત્રો પૈકીના છેલ્લા એક ચિત્રને બાજુએ રહેવા દઈને બાકીનાં બે ચિત્રોને કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિ તથા કુમારપાળના ચિત્ર તરીકે આજદિન સુધી ઓળખાવવામાં આવેલાં છે. આના પછી ખંભાતના શાંતિનાથના જ ભંડારમાં આવેલી “શ્રીનેમિનાથ ચરિત્ર'ની પ્રતમાં આવેલાં બે ચિત્રા (ચિત્ર નં. ૪૪.૪૫) કે જેનો સમય વિ.સં. ૧૨૯૮ને છે, તેનો વારો આવે છે. ત્યાર પછી પાટણના સંધવીના પાડાના ભંડારમાં આવેલી સંવત ૧૩૧૩માં લખાએલી કથારત્નસાગરની તાડપત્રની પ્રતિમાંનાં બે ચિત્રો (ચિત્ર નં. ૪૬-૪૭) આવે છે. તે પછી સં. ૧૩૨૭માં લખાએલી “શ્રાવક પ્રતિક્રમણ ચૂર્ણ'ની તાડપત્રની પ્રત કે જે અમેરિકાના બૅસ્ટન મ્યુઝિયમમાં આવેલી છે તે મચ્ચેનાં બે ચિત્રાનો ક્રમ આવે છે. ત્યાર પછી સંવત ૧૩૩૫માં લખાએલી પાટણના સંઘવીના પાડાના ભંડારની જ કલ્પસૂત્ર-કાલકથાનાં બે ચિત્રા (ચિત્ર નં. ૫૦-૫૧) અને પછી સંઘના ભંડારની વિ.સં. ૧૩૩૬માં લખાએલી પ્રતનાં પાંચ ચિત્રો પૈકીનાં બે ચિત્રો (ચિત્ર નં. ૪૮-૪૯) જે આ ગ્રંથમાં રજુ કરવામાં આવ્યાં છે તે આવે છે. પછી આવે સં. ૧૩૪૫માં લખાએલી સુબાહુ કથા તથા બીજી સાત કથાઓની તાડપત્રની પોથી કે જેમાંનાં વીસ ચિત્રો ૩૫ “કુમારપાલ પ્રબંધ' ભાષાંતર ૫. ૮૬. ૩૬ ટિ. ૧. લેખ નં. ૮ તથા ૧૪.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy