SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ જેન ચિત્રકમ પ્રજામાં આજે પણ જેમનું તેમ ચાલું છે, પરંતુ પુના કપાળમાં U આવા પ્રકારનું જે તિલક જૂનાં ચિત્રોમાં જોવામાં આવે છે તે પ્રથા તે સમયના રીતરિવાજોનું સમર્થન ભલે કરતી હોય, પરંતુ આજે તે જૈનોમાંથી નાબૂદ થએલી હોવા છતાં પણ તેનું અનુકરણ વષ્ણવ સંપ્રદાયમાં જેમનું તેમ કાયમ રહ્યું છે. પ્રાચીન જૈન વિષયે સંબંધીનાં ચિત્રેામાં તેમજ અમદાવાદમાં નાગજી ભુદરની પળના દેરાસરના ભૂમિગૃહમાં આવેલી વિ.સં. ૧૧૦૨ (ઈ.સ. ૧૦૪૫)ની ધાતુની જિનમૂર્તિના તથા પંદરમા સિકાના ધાતુના બે પંચતીર્થના પટમાંની જિનમૂર્તિના કપાળમાં પણ આવા U પ્રકારનું તિલક મળી આવતું હોવાથી આપણે સહેજે અનુમાન કરી શકીએ છીએ કે પંદરમી સેળમી સદી સુધી તે ગુજરાતનાં પુરુષપાત્રો, પછી તે જન છે કે વિષ્ણવ, પોતાના કપાળમાં આવા એ પ્રકારનું તિલક કરતા હોવા જોઈએ. તે પ્રથા કયારે નાબુદ થઈ તેનું ખરેખરૂં મૂળ શોધી કાઢવું મુશ્કેલ છે, પરંતુ એટલું તે ચોક્કસ છે કે મિ. મહેતા કહે છે તેમ, પ્રાચીન ચિત્રમાં મળી આવતાં આવા એ પ્રકારનાં તિલક કોઈ સંપ્રદાયનાં ઘાતક નહોતાં તીર્થકરોનાં ચિત્રોમાં બંને પ્રકારનાં તિલક મળી આવે છે. સાધુ અગર સાવીના કપાળમાં કઈ પણ જાતનું તિલક જોવામાં આવતું નથી. સાધુઓ અને સાધ્વીએનાં કપડાં પહેરવાની રીત તદ્દન જુદી જ દેખાઈ આવે છે, કારણકે સાધુઓનો એક ખો અને માથાને ભાગ તદ્દન ખુલ્લો-વસ્ત્ર વગરનો હોય છે, ત્યારે સાવીઓને પણ માથાનો ભાગ ખુલ્લે હોવા છતાં તેનું ગરદનની પાછળ અને આખું શરીર કાયમ કપડાંથી આચ્છાદિત થએલું હોય છે. પ્રાચીન ચિત્રમાં રાજમાન્ય વિદ્વાન સાધુઓ સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા દેખાય છે, તે એ સમયની પ્રથાની રજુઆત ચિત્રકારે ચિત્રમાં કરી બતાવ્યાની સાબિતી છે. ૨ મોગલ સમય પહેલાના એક પણ જૂના ચિત્રમાં સ્ત્રીઓના માથા ઉપર ઓઢણું અગર સાડી ઓઢેલી જણાતી નથી. સ્ત્રીઓ ચોળી પહેરે છે, પણ તેના માથાને ભાગ તદ્દન ખુલ્લો હોય છે. આ ઉપરથી ગુજરાતમાં સ્ત્રીઓએ માથે ઓઢવાને ચાલ મેગલ રાજ્ય પછીથી શરૂ થએલો હોય એમ લાગે છે. મોગલ સમય પહેલાંના દરેક ચિત્રમાં સ્ત્રીઓની માફક પુરુષને પણ લાંબા વાળ હોય છે અને તેઓએ એબેડા વાળેલા જૂનાં ચિત્રોમાં દેખાઈ આવે છે. વળી ઉો દાઢી રાખતા અને કાનમાં આભૂષણો પણ પહેરતા.૩૩ સ્ત્રીઓએ માથે ઓઢવાનો અને પુરુષોએ ચોટલા તથા દાઢી કાઢી નખાવવાનો રિવાજ મોગલ રાજ્ય અમલ પછીથી જ ગુજરાતમાં પડેલો હોય એમ લાગે છે. ૩૧ જુએ ટિ, ૧. લેખ ને ૨૩, ૩૨ એક દિવસ પ્રાત:કાળને વિષે કુમારપાળ ૭૨ સામંતે, ૩૬ રાજકુળે અને બીન અનેક કવિ, વ્યાસ, પુરોહિત, રાજગુરુ, મંત્રી વગેરે પરિજન સહિત રાજસભામાં સુવર્ણના પ્રમાણે આસન ઉપર બેઠેલે હતા, તેવામાં તેણે કાંચનમય આસન ઉપર બેઠેલા હેમચંદ્રાચાર્યને કહ્યું. , . .'-કુમારપાલ પ્રબંધ ભાવાંત, પૃષ્ઠ ૧૦, ૩૩ “આ પુરુષને માથું તે છે નહિ અને આ બધીએ એનાં કદિ લક્ષણું કહે છે એ મેટું આશ્રય છે, એમ વિચારી કુમારપાને તેમને પૂછ્યું, એટલે તેમણે તેમને કહ્યું કે હે નરોત્તમ રાંભળો . • • પૃષ્ઠ ધસારે છે તેથી વેણીનું અનુમાન થાય છે, કંધે ધસારા છે તેથી કણભરણની લક્ષ્મી પ્રકટ થાય છે, છાતી બધી ગૈર છે, તે ઉપરથી લોબી દાઢી હશે એમ જણાય છે વગેરે.' – કુમારપાળ ચરિત્ર ભાષાંતર ૫. ૪૧ ચારિત્રસુંદરણિત-(પંદરમી સદી)
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy