SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ જેન ચિત્રકપકુમ જ આત્મા મેલસુખ પામે. આજે પણ જિનમંદિરોમાં અક્ષતના સાથીઆના ઉપરના ભાગમાં ત્રણ ઢગલીઓ કરવામાં આવે છે. ૧૦ વિનયપદ. આ પ્રસંગ દર્શાવવા વિનયપદના દશ ભેદ રૂપ દશ ભાગની એક આકૃતિ ચીતરેલી છે. ૧૧ ચારિત્રપદ. આ પદને પ્રસંગ દર્શાવવા ચારિત્રનાં ઉપકરણે , મુહપત્તિ અને પાત્રની રજુઆત કરેલી છે. ૧૨ બ્રહ્મચર્યપદ, આ પદને પ્રસંગ દર્શાવવા બ્રહ્મચારી એવા એક જૈન સાધુને શીલાંગરથના ઘેર તરીકે આગળના ભાગમાં ચીતરેલો છે. ૧૩ ક્રિયાપદ. આ પદને પ્રસંગ દર્શાવવા એક સાધુને સ્થાપનાચાર્ય, એક પાત્ર તથા આસન વગેરેનું પડિલેહણ કરતો બતાવ્યો છે. ૧૪ ત૫૫૮. તરૂપ સોપાનથી જ મોક્ષે જવાનું હોવાથી આ પદનો પ્રસંગ દર્શાવવા બે સીડી-નીસરણીની રજુઆત કરેલી છે. ૧૫ ગાયમપદ. ગૌતમસ્વામી અઠ્ઠાવીસ લબ્ધિવંત હોવાથી એક જ પાત્રમાં ગોચરી લાવીને દરેક સાધુઓને લબ્ધિના પ્રભાવથી તે પૂરી પાડી શકતા હતા તેથી અક્ષયપાત્ર અને લાડુઓની રજુઆત ચિત્રકારે કરેલી છે. ૧૬ જિનપદ, આ પદનો પ્રસંગ દર્શાવવા શ્રુતજ્ઞાની પણ જિન કહેવાતા હોવાથી શ્રુતજ્ઞાનરૂપ પુસ્તકની રજુઆત કરી છે. ૧૭ સંયમપદ. આ પદને પ્રસંગ દર્શાવવા પણ અગીઆરમા પદની માફક ચારિત્રનાં ઉપકરણ જેવાં કે ૧ ઓઘો, ૨ મુહપત્તિ, ૩ પાત્ર અને ૪ દંડની રજુઆત કરેલી છે. ૧૮ અભિનવજ્ઞાનપદ. જ્ઞાનને અનુભવ પુસ્તકના પઠન-પાઠન વગેરેથી થતું હોવાથી આ પદનો પ્રસંગ દર્શાવવા બે પુસ્તકોની રજુઆત કરેલી છે. ૧૯ શ્રુતપદ. આ પદનો પ્રસંગ દર્શાવવા શ્રુતજ્ઞાન મેળવવાનાં સાધનો જેવાં કે પાટી, ખડીએ, લેખણ વગેરેની રજુઆત કરેલી છે. ૨૦ તીર્થપદ. આ પદને પ્રસંગ દર્શાવવા પર્વત અને તેના ઉપર દેરી ચીતરીને તીર્થપદની રજુઆત કરેલી છે. આ પટ પણ ચિત્ર ૨૮૨ માફક મુનિ મહારાજ શ્રીઅમરવિજયજીના સંગ્રહમાને છે અને તે એક વિસ્તૃત લેખ માગી લે છે. Plate C ચિત્ર ૨૮૪ નગરશેઠ શાંતિદાસ તથા તેમની સ્ત્રી કપુરબાઈ. આ પતરું મને વડેદરાના શુક્રવારમાંથી મૂળ મળેલું. ગુજરાતના ઇતિહાસમાં શાંતિદાસ નગરશેઠ અગ્રસ્થાન ભોગવે છે. તેમના વંશજો આજે પણ અમદાવાદના નગરશેઠ તરીકે ઓળખાય છે. શાંતિદાસ નગરશેઠનું એક ચિત્ર ઝવેરીવાડામાં આવેલા સાગરગના ઉપાશ્રયના થાંભલા
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy