SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૨૧૫ ઉપર ચીતરેલું છે જેના ઉપરથી ફેટો લઈને ગુજરાત સાહિત્ય સભાએ “ગુજરાતનું પાટનગર અમદાવાદ' નામના પુસ્તકમાં પૃઇ ૬ ૦૧ની સામે ૫૬ નંબરના ચિત્ર તરીકે છપાવેલું છે. એમાં તેઓ તેઓના ગુરુ શ્રી રાજસાગર (સૂરિ)ના ઉપદેશનું શ્રવણ કરતા અંજલિ નડીને નીચેના ભાગમાં બેઠેલા છે, જ્યારે આ પતરામાં શ્રી રાજસાગરસૂરિના ગુરુભાઈ બીકિરતિસાગર ઉપાધ્યાયના સામે અંજલિ જોડીને તેઓ ઊભેલા છે. પતરાના બીજા ભાગમાં તેની બીજી સ્ત્રી કપુરબાઈ કે જેની કુક્ષિથી વિ. સં. ૧૬૮૬માં રતનજી નામના પુત્રને જન્મ થયો હતો ૬૭ તે હાથમાં જપમાળા અને બગલમાં એઘો લઈને બેઠેલાં સકલવીરધન(ની) સાધ્વીની સામે બે હાથ જોડીને ઉભેલાં છે. બંને ભાગની છતોમાં ચંદરો બાંધેલો છે અને ૪ અક્ષર લખેલો છે, નીચેના ભાગમાં પાદુકાએ કરેલી છે. સાગરગછના ઉપાશ્રયના ચિત્ર કરતાં આ પતરાંની આકૃતિઓ બહુ જ સારી રીતે સચવાએલી છે. Plate CI ચિત્ર ૨૮૫ સંગમ વાછરડાં ચારે છે. સારાભાઈ નવાબના સંગ્રહમાંના ધન્ના શાલિભદ્ર રાસમાંથી. ચિત્ર માં ટેકરા ઉપર સંગમ હાથમાં લાકડી અને માથે વ્રજના ગોવાળીઆની ટોપી ઘાલીને બેઠેલો છે. આજુબાજુ ગાયોનું ટોળું ચરતું બતાવેલું છે. જે આ ચિત્રમાં અક્ષર ના લખેલા હોય તે કૃષ્ણ ગોકુળમાં ગાયે ચારતા હોય તે જ પ્રસંગ ચિત્રકારે ચીતરેલો છે. ચિત્ર ૨૮૬ કાગળની પ્રત ઉપરનું એક શાભાચિત્રઅમદાવાદના ડહેલાના ઉપાશ્રયની ‘નભિઊણ વૃત્તિ'ની એક પ્રતના છેલલા પાના ઉપરથી. ચિત્ર ર૮૭ પાર્શ્વનાથની મૂર્તિનું રેખાંકન. ઉપરની પ્રતમાંથી જ પાર્શ્વનાથની મૂર્તિની આજુબાજુ દીપક સળગતે તથા નીચે નમિણનો એક અષ્ટદલ કમલમાં યંત્ર ચીતરલે છે. ચિત્ર ૨૮૮ શ્રીપાલની નવ રાણીએ રથમાં બેસીને વાંદવા જાય છે. સારાભાઈ નવાબના સંગ્રહની શ્રી પાલરાસની પ્રતિમાંના પાના ૧૦૭ ઉપરથી. રથમાં બેસીને શ્રીપાલની નવે રાણુઓ અજિતસેનમુનિને વંદન કરવા માટે જાય છે. ચિત્ર ૨૮૯ શ્રીપાલ સુખપાલમાં બેસીને વાંદવા જાય છે. શ્રીપાલ રાસની પ્રતના પાના ૧૦૬ ઉપરથી. પાલખીમાં બેસીને શ્રીપાલ પણ અજિતસેનમુનિને વંદન કરવા માટે જાય છે. Plate CII ચિત્ર રહ૦-૦૧-૨૨-૨૩ શ્રીપાલ રાસની પ્રતમાંથી આ વારે વહાણો ગુજરાતના વહાણવટીઓના વહાણવટાના અદ્દભુત પુરાવા રૂપે છે. ચિત્ર ૨૯૦ વડવહાણ. પ્રતના પાના ૩૮ ઉપરથી. પ્રસંગ એવો છે કે દરિયા વચ્ચે થંભી ગએલા વહાણને રસ્તે પાડી આપવા માટે કંવર શ્રીપાળને શેઠ વિનતિ કરે છે, શેઠની વિનતિ માન્ય ૬૭ જુઓ, વાતનું પાટનગર અમદાવાઢ' પણ ૭૩ની કુટનોટ.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy