SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૨૧૩ તીર્થોની રજુઆત કરી છે. વાધ, હરણ અને વાંદરો વગેરે પ્રાણીઓ તથા પોપટ, મેર, વગેરે પક્ષીઓની રજુઆત ચિત્રકારે સુંદર રીતે કરેલી છે. આ ચિત્રપટ પંદરમા સૈકાને હોય તેમ લાગે છે. આ ચિત્રપટ એક જુદા જ સ્વતંત્ર લેખ માગી લે છે. Plate XCIX ચિત્ર ૨૮૩ વીસ સ્થાનકનાં વીસ ચિહ્યો. દરેક તીર્થંકર પાનાના ત્રીજા ભવમાં વીસ સ્થાનક પદની આરાધના કરીને તીર્થંકર પદ બાંધે છે. તે સંબંધીમાં “વીસ સ્થાનકતુતિમાં નીચે મુજબનો ઉલ્લેખ મળી આવે છેઃ વીસસ્થાનક તપ વિશ્વમાં જ્હોટો શ્રીજિનવર કહે આપજી, બાંધે જિનપદ ત્રીજા ભવમાં કરીને સ્થાનક જાપજી; થયા થશે સવિ જિનવર અરિહા એ તપને આરાધીજી, કેવલજ્ઞાન દર્શન સુખ પામ્યા સર્વે ટાળી ઉપાધિ. આ વાસ સ્થાનકનાં નામે નીચે પ્રમાણે છે અને તે દરેક પદનું એકેક ચિહ્ન ચિત્રકારે ચીતરીને આ પટ તૈયાર કર્યો છે. ૧ અરિહંતપદ ચિત્રની મધ્યમાં અરિહંત ભગવંતે તીર્થની રથાપના કરતા હોવાથી વજાપતાકા સહિત ત્રણ દહેરીમાં મૂકીને અરિહંતપદનો પ્રસંગ દર્શાવેલો છે. ૨ સિદ્ધપદ, સિદ્ધપદ દર્શાવવા માટે ચિત્રકારે ચિત્રના ગોળ મંડળમાં ઉપરના ભાગમાં સિદલિાની અને સિદ્ધની આકૃતિ ગાળ ટપકાંથી કરેલી છે. ત્યારપછી દરેક ચિહ્નો જમણી બાજુથી અનુક્રમે જેવાનાં છે. ૩ પ્રવચનપદ. પ્રવચનપદનો પ્રસંગ સ્થાપનાચાર્ય ઉપર પુસ્તક મૂકીને દર્શાવેલ છે. ૪ આચાર્યપદ. આ પ્રસંગ આચાર્યને બેસવાની ગાદી, ઓઘો, મુહપત્તિ તથા છત્ર ચીતરીને દર્શાવેલો છે. ૫ સ્થવિરપદ. સ્થવિરપદનો પ્રસંગ દર્શાવવા સ્થવિરેને બેસવાનો બાજોઠ તથા છતના ભાગમાં બાંધવામાં આવતા ચંદરવાની રજુઆત કરી છે. ૬ ઉપાધ્યાયપદ. આ પદને પ્રસંગ દર્શાવવા ઉપાધ્યાય પોતે ભણે છે અને શિષ્યોને ભણુંવતા હોવાથી બેસવાનો બાજોઠ તથા પુસ્તક રાખવાનું પાઠું તથા લેખનની રજુઆત ચિત્રકારે કરી છે. ૭ સાધુપદ. આ પદને પ્રસંગ દર્શાવવા સાધુને બેસવાનું લાકડાનું આસન તથા છતના ભાગમાં બાંધવામાં આવતા ચંદરવાની રજુઆત કરેલી છે. ૮ જ્ઞાનપદ. આ પદનો પ્રસંગ દર્શાવવા સ્થાપનાચાર્ય ઉપર પુસ્તકની રજુઆત કરીને ચિત્રકારે જ્ઞાનપદને પ્રસંગ દર્શાવ્યો છે. ૯ દર્શનપદ. આ પદને પ્રસંગ દર્શાવવા ત્રણ ઢગલીઓની રજુઆત કરી છે, જે એમ બતાવે છે કે સમ્યગ દર્શનથી જ જ્ઞાન અને ચારિત્ર વાસ્તવિક છે અને એ ત્રણને વેગ મળે તે
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy