SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ જેન ચિત્રકપલ્મ તેમણે માન્ય કરી. પછી શકે દષ્ટિયુદ્ધ, વાયુદ્ધ, મુશ્વિયુદ્ધ અને દંડયુદ્ધ એમ ચાર પ્રકારના યુદ્ધથી પરસ્પર લડવાનું ઠરાવી આપ્યું. એ ચારે યુદ્ધમાં આખરે બલવાન બાહુબલિને વિજય થયો, ભારતની હાર થઈ. ભરત મહારાજાએ પોતાની હાર થવાથી શાંતિ ગુમાવી દીધી. તેમણે એકદમ ક્રોધમાં આવી બાહુબલિને નાશ કરવા ચક્ર છોડયું, પરંતુ બાહુબલિ સમાનગોત્રના હેવાથી તે ચક્ર કાંપણ ન કરી શકાયું. બાહુબલિએ વિચાર કર્યો કેઃ “અત્યાર સુધી કેવળ ભ્રાતૃભાવને લીધે જ ભરતની સામે મેં આકરો ઈલાજ લીધા નથી. માટે હવે તે તેને સખતમાં સખત સજા કરવી જોઈએ. હું ધારું તો અત્યારે ને અત્યારે જ એક મુઠ્ઠી મારી તેના ભુક્કા ઉડાડી દઉં એમ છું.' તરત જ તેમણે ક્રોધાવેશમાં મુઠ્ઠી ઉગામી ભરતને મારવા દોટ મૂકી. દોટ તે મૂકી પણ થોડે દૂર જતાં જ બૃહસ્પતિ સમાને તેમની વિવેકબુદ્ધિએ તેમને વાર્યો. તે પુનઃ વિચાર્યા લાગ્યા કેઃ “અરેરે! આ છે કાને મારવા દોડી જઉં છું મેટા ભાઈ તે પિતા તુલ્ય ગણાય! તેમને મારાથી શી રીતે હણી શકાય ! પરંતુ મારી ઉગામેલી આ મુષ્ટિ નિષ્ફળ જાય એ પણ કેમ ખમાય!” પણ તેઓની આ મુંઝવણ વધારે વાર ન રહી. તેમણે એ મુષ્ટિવડે પિતાના મસ્તક પરના વાળને લોન્ચ કરી નાખ્યા અને સર્વસાવદ્ય કર્મ તજી દઈ કાઉસગ્ગ ધ્યાન ધર્યું. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે અને ચાર વિભાગ છે. તેમાં કથાના પરિ ચયની શરૂઆત ઉપરના પહેલા વિભાગના દષ્ટિયુદ્ધ અને વાયુદ્ધથી થાય છે; પછી ચિત્રના અનુસંધાને અનુક્રમે બીજા વિભાગમાં મુખિયુદ્ધ અને દંડયુદ્ધ, બીજા વિભાગમાં મુષ્ટિયુદ્ધનો પ્રસંગ જોવાને છે. ચિત્રમાં બાહુબલિને મુકુટ દૂર પડતો તથા મુષ્ટિથી વાળ ઉખાતાં ચિત્રકારે રજુ કરેલા છે. ચોથા વિભાગમાં કાઉસગ્ગ ધ્યાનમાં સાધુ અવસ્થામાં બાહુબલિ ઊભા છે. તેઓ છાતી ઉપર તથા બંને હાથ ઉપર લાલ રંગના જંતુઓ ઘણું કરીને જંગલી સ તથા બે ખબા ઉપર બે પક્ષીઓ તથા પગના ભાગમાં ઝાડીથી વીંટળાએલા ચિત્રમાં દેખાય છે, બંને બાજુએ એકેક ઝાડ છે. ડાબી બાજુએ ઝાડની બાજુમાં તેઓની બ્રાહ્મી અને સુંદરી નામની બે સાધ્વી બહેને હાથ જોડીને વિનતિ કરતી માનરૂપી હાથીથી હેઠા ઊતરવા માટે સમજાવતાં કહે છે કેઃ વીરા મારા ગજ થકી હેડ ઉતરે રે, ગજે તે કેવલ ન હાય” સાધ્વીઓના પાછળ પણ બીજાં ત્રણ ઝાડ ઉગેલાં ચિત્રકારે બતાવ્યાં છે. Plate LV ચિત્ર ૧૮૨ ૧૮ક કપસત્રની સુંદર કિનારે. હંસવિ. ૨ ના પાનાની આજુબાજુની જુદીજુદી જાતની સુંદર કિનારો અત્રે રજુ કરવામાં આવી છે. Plate LVI ચિત્ર ૧૮૪ શસ્તવ. જયસૂ૦ વિ.સં. ૧૪૮૯ (ઈ.સ. ૧૪૩૨)ની પાના ૬૯ ની પ્રતના ૨૧ ચિમાંથી. પ્રતના પાનાનું કદ ૧૦૪; ઈચનું. ચિત્રનું કદ ૩૮૪ ઈચ છે. પ્રસંગના વર્ણન માટે જુઓ ચિત્ર
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy