SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ચીંધી કહ્યુંઃ “રવામી! કલાસને શિખર સમો એ આલિશાન મહેલ, બીજા કોઈને નહિ, પણ આપણા સસરા ઉગ્રસેન રાજાને જ છે. અને આ સામે જે બે છરીઓ અંદર અંદર વાતચીત કરી રહી છે તે આપની સ્ત્રી–રાજીમતિની ચન્દ્રાનના તથા મૃગલોચના નામની બે સખીએ છે.” ચિત્રમાં નેમિકુમાર હાથી ઉપર બેઠેલા છે. તેમના મસ્તક ઉપર એક છત્ર ધરેલું છે, બે હાથમાં શ્રીફળ પકડેલું છે અને તેઓ ઉત્તમ વસ્ત્રાભૂષણોથી સુસજિત થએલાં છે. સામેના મહેલના ઝરૂખામાં જમણી બાજુએ વચ્ચે ડાબા હાથમાં મુખ જોવા માટે દર્પણુ લઇને બેઠેલી, વસ્ત્રાભૂષણથી સુસજિત રામતિ નેમિકુમારના સભ્યએ જોતી બેઠેલી છે. તેણીની પાછળ અને આગળ તેની બે સખીઓ ચન્દ્રાનના અને મૃગલીના ઊભી છે, પાછળ ઉભી રહેલી સખી ડાબા હાથમાં કપ પકડીને તેના છેડાથી પવન નાખી રહી છે. તેણીના ઉત્તરીય વસ્ત્રમાં હંસની ડીઝાઇન છે. સમુખ ઉભી રહેલી સખીના બે હાથમાં શ્રીફળ જેવી કાંઇક મંગલસૂચક વસ્તુ છે. હાથીની આગળ ચિત્રના ઉપરના તથા નીચેના ભાગમાં બુંગળી વગાડનારા ભુંગળા વગાડે છે, વચે એક સ્ત્રી જમણા હાથમાં ફૂલ પકડીને નાચતી તથા તેની નજીક એક ઢોલી ઢોલ વગાડતા દેખાય છે. હેલીની પાછળ અને હાથીની પાછળ એકેક છત્ર ધરનાર માણસ છે. વળી હાથીની પાછળ બીજા છેડેસ્વાર રાજકુમાર તથા રથમાં બેઠેલા સમુદ્રવિજયાદિ દશા હોય એમ લાગે છે. ચિત્રમાં રથને બળદને બદલે ઘેડ જોડેલા છે જે ચિત્રકારના સમયના રિવાજને ખ્યાલ આપે છે. પાનાની ડાબી બાજુના છેડે પાનને ૬૩ આંક છે. આજ ચિત્ર ઉપરથી પંદરમા સૈકાના પુરા અને સ્ત્રીઓના પહેરવેશ, આભૂષણો, વાજે, અત્ય તથા તે સમયની સમાજ રચનાને ધણોજ પંદર ખ્યાલ આવી શકે તેમ છે. આખું ચિત્ર સુવર્ણની શાહીથી ચીતરેલ છે. ચિત્રમાં લખાણનું નામ નિશાન પણ નથી. વળી આ ચિત્રની પૃષ્ઠભૂમિ વાદળી રંગની હોવાથી ચિત્રનો ઉઠાવ બહુજ મનહર લાગે છે. આ ચિત્ર પ્રાંગ જિનમંદિરાના લાકડાના કોતરકામ તથા સ્થાપત્ય કામોમાં પણ ઘણે ઠેકાણે કતરેલે નજરે પડે છે. દેલવાડાના સુપ્રસિદ્ધ અપ્રતિમ સ્થાપત્યના ભંડારસમાં વસ્તુપાલ તેજપાલે બંધાવેલા જિનમંદિરમાં પણ આ પ્રસંગ બહુ જ બારીકીથી કોતરેલો છે. પ્રાચીન કવિઓએ આ પ્રસંગ પરથી ઉપજાવેલાં ઉર્મિકાવ્ય પણ બહુજ મોટી સંખ્યામાં મળી આવે છે. આ પ્રસંગને લગતા એક ભિત્તિચિત્રને ઉલેખ પાર્શ્વનાથ ભગવાનના વૈરાગ્ય પ્રસંગે, નવમા સૈકામાં થએલા શીલાંકાચાર્યે રચેલા “ઉપન મહાપુએ ચરિમાં કરેલો જોવામાં આવે છે જે આપણે અગાઉ જણાવી ગયા છીએ. Plate LIV ચિત્ર ૧૮૧ (અવિ. ૧ ના પાના ૬૦ ઉપરથી. ભારત અને બાહુબલિ વચ્ચે કંઠયુદ્ધનો પ્રસંગ લેવામાં આવ્યું છે. આ પ્રસંગને લગતું ચિત્ર બીજી કઇપણ પ્રતમાં હોવાનું મારી જાણમાં નથી. ભરત અને બાહુબલિ બંને ભાઈઓ વચ્ચે બાર વર્ષ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું; પરંતુ ઘણા માણસનો કચ્ચરઘાણ નીકળી જતો હોવાથી શકે તે બંનેને યુદ્ધ કરવાની સલાહ આપી છે
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy