SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૧૩૧ ગણી શકાય એવાં બારીક ઝાડની કલાનું સર્જન કરનાર ગુજરાતના પ્રાચીન ચિત્રકારે આજે પણ આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે. ચિત્ર ૭૨ પ્રભુ મહાવીરનું સમવસરણ ઉપરાંત પ્રતમાંથી જ. , તીર્થકરને કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી દેવો સમવસરણની રચના કરે છે. આ સમવસરણની બે જાતની રચનાઓ આપણને પ્રાચીન ચિત્રામાં મળી આવે છે, એક જાતની રચના ગળાકૃતિમાં હોય છે અને બીજી જાતની ચતુષ્કોણ-ચાર ખુણાવાળી -ચેખંડી હોય છે. આ ચિત્ર ગોળાકૃતિ વાળા રસમવસરણનું છે, સમવસરણની મધ્યમાં મહાવીરની મૂર્તિ તથા આજુબાજુ ફરતાં ત્રણ ગઢ, મસ્તકની પાછળના ભાગમાં અશોકવૃક્ષને બદલે બે બાજુ લટકતાં કમલ જેવી આકૃતિ ચીતરેલી છે, ગઢની ચારે દિશાએ એક દરવાજો તથા ગઢની બહાર ચારે ખુણામાં એકેક વાપિકા-વાવ ચીતરેલી છે. પ્રસંગોપાત સમવસરણનું ટુંક વર્ણન અત્રે આપવું મને એમ લાગે છે. પ્રથમ વાયુકુમાર દેવ જન પ્રમાણુ પૃથ્વી ઉપરથી કચરો, ધાસ વગેરે દૂર કરી તેને શુદ્ધ કરે છે. પછીથી મેયકુમાર દેવો સુધી જળની વૃષ્ટિ કરી એ પૃથ્વીનું સિંચન કરે છે, તીર્થકરનાં ચરણને પિતાના મસ્તક ચડાવનાર આ પૃથ્વીની જાણે પૂજા કરતા હોય તેમ વ્યંતર છ એ ઋતુના પચરંગી, સુગંધી, અધોમુખ ડીંટવાળા પુષ્પોની જાનુ પર્યત વૃષ્ટિ કરે છે. ત્યારબાદ વાણવ્યંતર દેવો સુવર્ણ, મણિ અને માણેકવડે પૃથ્વીતલ બાંધે છે અર્થાત એક યોજન પર્યનની આ પૃથ્વી ઉપર પીઠબંધ કરે છે. ચારે દિશાઓમાં તેઓ મનોહર તોરણ બાંધે છે. વિશેષમાં ભવ્ય જિનેને દેશના સાંભળવા માટે બોલાવતો હોય તેમ તોરણેની ઉપર રહેલો વજન સમૂહ રચીને તેઓ સમવસરણને શાભાવે–સુશોભિત કરે છે. તેની નીચે પૃથ્વીની પીઠ ઉપર આલેખાએલાં આઠ મંગળ મંગળતામાં ઉમેરો કરે છે. ધાનિક દેવો અંદર, જ્યોતિ મથેનો અને ભવનપતિ બહારને ગઢ બનાવે છે. મણિના કાંગરાવાળો અને રનને બનાવેલો દરને ગત જાણે સાક્ષાત “રોડણગિરિ' હોય તેમ શોભે છે, રનના કાંગરાવાળે અને સેનાનો બનાવેલો મધ્ય ગઢ અનેક દીપામાંથી આવેલા સૂર્યની શ્રેણિજેવો ઝળકી રહે છે. સૌથી બહારનો ગઢ સેનાના કાંગરાવાળા અને રૂપાને બનેલે હોવાથી તીર્થકરને વંદન કરવા માટે જાણે સાક્ષાત વૈતાઢય પર્વત આવ્યું હોય એમ ભાસે છે. આ પ્રતિમાના ચિત્ર પ્રસંગે જૂદી જૂદી પ્રતોમાં આલેખાએલા હોવા છતાં આ ચિત્ર આલેખનમાં વધુ સુકામતાવાળા તેમજ કાંઈક વધારે રસિકતાથી આલેખાએલા હોય એમ લાગે છે. Plate IXX ચિત્ર ૭૩ દેવાનંદા અને ચઉદ સ્વમ. ઈડરના સંધના ભંડારની શેઠ આણંદજી મંગળની પેઢીની ૪૪ વિરતૃત વર્ણન માટે ૧ આવશ્યક નિયુક્તિ, ૨ વિજAી શલાકા પુરૂ ચરિત્ર, ૩ સમવસ પ્રકર અને ૪ લોકW3421 2 3 RHEA Jain Iconography (Il Samavasurana) by D.R. Blandarkar, M.A. - in Indian Antiquary, Vol XI, pp. 125 to 130 & 153 to 161. 1971.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy