SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩n જેન ચિત્રકલ્પદ્રુમ - જે વખતે ગ્રહ ઉરચ સ્થાનમાં વર્તતા હતા, ચંદ્રનો ઉત્તમ યોગ પ્રાપ્ત થયે હતો, સર્વત્ર સોમ્યભાવ, શાંતિ અને પ્રકાશ ખીલી રહ્યાં હતાં, દિશાઓમાં અંધકારનું નામનિશાન પણ ન હતું, ઉલ્કાપાત, રજોવૃષ્ટિ, ધરતીકંપ કે દિગદાહ જેવા ઉપદ્રવો છેક અભાવ વર્તતો હતો, દિશાઓના અંત પર્યત વિદ્ધિ અને નિર્મળતા પથરાએલી હતી, જે વખતે સર્વ પક્ષીઓ પિતાના કલરવ વડે જયજય શબ્દનો ઉચ્ચાર કરી રહ્યાં હતાં, દક્ષિણ દિશાને સુગંધી શીતળ પવન, પૃથ્વીને મંદમંદપણે સ્પર્શ કરતો, વિશ્વના પ્રાણીઓને સુખ-શાંતિ ઉપનાવી રહ્યો હતો, પૃથ્વી પણ સર્વ પ્રકારના ધાત્યાદિથી ઉભરાઈ રહી હતી અને જે વખતે સુકાળ, આરોગ્ય વગેરે અનુકુળ સંગાથી, દેશવાસી લોકોનાં હૈયાં હર્ષના હિંડોળે ઝુલી રહ્યાં હતાં, તેમ જ વસતિત્સવાદિની ક્રીડા દેશભરમાં ચાલી ૨હી હતી, તે વખતે મધ્યરાત્રિને વિજે, ઉત્તરાફાગુની નક્ષત્ર સાથે ચન્દ્રને ચેન પ્રાપ્ત થતાં આરે. વાળી ત્રિશલા ક્ષત્રિયાણીએ બાધારહિતપણે આરોગ્ય પુત્રને જન્મ આપ્યો. ચિત્રમાં સુવર્ણના પલંગ ઉપર બિછાવેલી વિવિધ જાતિના કુલોથી આચ્છાદિત કરેલી સુગંધીદાર શપ્યા ઉપર ત્રિશલા ક્ષત્રિયાણી સુનાં છે, જભસુ હાથે પ્રભુ મહાવીરને બાળક રૂપે ૫કડીને તેમના તર-સમુખ જોઇ રહેલાં છે. તેમના જમણા હાથ નીચે તકીઓ છે, તેમનું સારું એ શરીર વસ્ત્રાભૂષણથી સુસજિન છે, તેમના ઉત્તરીય વસ્ત્ર-સાડીમાં હંસ પક્ષીની સુંદર ભાત ચીતરેલી છે; તેમને પોશાક ચઉદમા સૈકાના શ્રીમંત વૈભવશાળી કુટુંબની સ્ત્રીઓના પહેરવેશનો સુંદરમાં સુંદર ખ્યાલ આપે છે. પલંગની નીચે, પાણીની ખારી, પલ માંથી ઊતરતી વખતે પગ મૂકવા માટે પાદપીડ–પગ મુકવાને બાજોઠ પણ ચીતરેલ છે, ઉપરના ભાગની છતમાં ચંદરો પણ બંધેલો છે. ચિત્ર ૭૧ પ્રભુ મહાવીરનું નિર્વાણ. ઉપરોક્ત પ્રતમાંથી જ. શ્રમણ ભગવાન મહાવીરે જે વષકાળમાં મધ્યમ અપાપાપુરીને વિષે હસ્તિપાલ રાજાના કારકુનોની સભામાં દેલું ચોમાસું વર્ષાઋતુમાં રહેવા માટે કર્યું, તે ચોમાસાનો ચેાથો મહિનો, વાંકાળનું સાતમું પખવાડીયું એટલે કે કાર્તિક માસનું (ગુજરાતી આસો માસનું) કૃગુ પખવાડીયું, તે કાર્તિક માસના કૃષ્ણ પખવાડીયાના પંદરમે દિવસે ગુજરાતી આસો માસની અમાસે), પાછલી રાત્રિએ કાળધર્મ પામ્યા તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા. પ્રભુ મહાવીરની મૂર્તિ જે પ્રમાણે ચિત્ર નં. ૬૮માં વર્ણવી ગયા તે પ્રમાણેના આભૂષણે સહિત ચીતરેલી છે, નિર્વાણ કલ્યાણકનો પ્રસંગ દર્શાવવા ખાતર સિદ્ધશીલાની આકૃતિ અને બંને બાજીએ એકેક ઝાડ વધારામાં ચીતરેલાં છે. આ ચિત્રની પૃષ્ઠ ભૂમિ સીંદુરિયા રાતા રંગની છે, સિદ્ધશીલાનો રંગ સફેદ છે, આજુબાજુના અને ઝાડના પાંદડાં લીલા રંગનાં છે. આ ઝાડનાં પાંદડાં એટલાં બધાં બારીક અને સુકોમળ ચિત્રકારે ચીતરેલાં છે કે જેને સંપૂર્ણ ખ્યાલ આ હાફટન ચિત્રથી કોઈપણ રીતે આવી શકે નહિ, અમદાવાદમાં લાલદરવાજે આવેલી સીદીસૈયદની મજીદની દિવાલોમાં કરેલી સુંદર સ્થાપત્ય જાળીઓની સુચના મૂળ આવા કોઈ પ્રાચીન ચિત્રના અનુકરમાંથી સરાએલી હોય એમ મારું માનવું છે. સ્થાપત્ય કામની એ દીર્ઘકાય નળી કરતાં બે અગર અઢી ઈચની કંકી જગ્યામાંથી મુક્ત અડધા ઈંચ જેટલી જગ્યામાં ઝાડની પાંદડીએ પાંદડી
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy